ભારતમાં સામાન્ય રીતે 1 જૂનથી ચોમાસુ શરૂ થાય છે. પરંતુ આ વર્ષે ચોમાસુ લગભગ એક સપ્તાહ મોડું આવ્યું છે. કેરળમાં ચોમાસાએ ધમાકેદાર પ્રવેશ કર્યો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ જાહેરાત કરી છે. હવે ચોમાસુ આગામી ત્રણ-ચાર દિવસમાં કર્ણાટક અને તમિળનાડુ પહોંચે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
મહારાષ્ટ્ર અને ગોવામાં એક સપ્તાહ બાદ થશે એન્ટ્રી
મહારાષ્ટ્ર અને ગોવામાં એક સપ્તાહ બાદ ચોમાસુ બેસવાની શક્યતા છે. જ્યારે, ઉત્તર ભારતમાં આ મહિનાના અંત સુધીમાં ચોમાસુ રાજધાની દિલ્હી પહોંચવાની સંભાવના છે.
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની અપેક્ષા
કેરળમાં ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ થઈ રહ્યો છે. આ વખતે દેશમાં ચોમાસાનું આગમન એક સપ્તાહના વિલંબ સાથે થયું છે. જો કે હવામાનશાસ્ત્રીઓ કહે છે કે વરસાદ પર તેની કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગે આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે.
ચોમાસા અંગે અપાઈ હતી આ માહિતી
ભારતીય હવામાન વિભાગે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનોના વધારાને કારણે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ઉપરાંત, પશ્ચિમી પવનોની ઊંડાઈ ધીમે ધીમે વધી રહી છે અને આ પવનોની ઊંડાઈ સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી ઉપર સુધી પહોંચી ગઈ છે. ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચતા હજુ ત્રણથી ચાર દિવસ લાગી શકે છે.
વિભાગે એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં પણ વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે. કેરળમાં ચોમાસાની શરૂઆત માટે આ સાનુકૂળ પરિસ્થિતિઓમાં આગામી 3-4 દિવસ દરમિયાન વધુ સુધારો થશે. તેના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. જો કે લગભગ આઠ દિવસના વિલંબ બાદ ચોમાસું હવે કેરળ પહોંચી ગયું છે.
Advertisement