આજે પૂર્વોત્તર રાજ્ય આસામને પણ તેની પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે. આજે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી સુધી દોડશે.
Advertisement
Advertisement
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આસામ સહિત સમગ્ર નોર્થ ઈસ્ટ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉત્તર પૂર્વની કનેક્ટિવિટી સંબંધિત ત્રણ કામો કરવામાં આવી રહ્યા છે. નોર્થ ઈસ્ટને પ્રથમ મેડ ઈન ઈન્ડિયા વંદે ભારત મળી રહી છે. બીજું, પશ્ચિમ બંગાળને જોડતું આ ત્રીજી વંદે ભારત છે અને આસામ અને મેઘાલયના લગભગ 425 કિલોમીટરના ટ્રેક પર વિદ્યુતીકરણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષ ભારત માટે અભૂતપૂર્વ સિદ્ધિઓના રહ્યા છે, નવા ભારતના નિર્માણ માટેના રહ્યા છે, ગઈકાલે જ દેશને સ્વતંત્ર ભારતની ભવ્ય અને દિવ્ય આધુનિક સંસદ મળી છે. ભારતના હજારો વર્ષ જૂના લોકશાહી ઈતિહાસને આપણા સમૃદ્ધ લોકશાહી ભવિષ્ય સાથે જોડનારી આ સંસદ છે.
આ પ્રસંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી છે કે આજે PM ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે વંદે-ભારતને લીલી ઝંડી બતાવશે. 10 વર્ષ અગાઉ સુધી, નોર્થ ઈસ્ટને લઈને માત્ર લૂક ઈસ્ટ પોલિસી હતી. પરંતુ પીએમ મોદીએ આવીને તેને બદલી નાખી અને એક્ટ ઈસ્ટની પોલિસી લઈને આવ્યા છે.
Advertisement