આખા વિશ્વમાં ટેસ્લા મોટર્સ અને તેના માલિક એલન મસ્ક એક બ્રાંડ તરીકે ઓળખાય છે. ટ્વિટરમા અનોખા પ્રયોગ બાદ હવે ભારતમાં એલન મસ્ક જગ્યા શોધી રહ્યા છે તે વાત જાહેર થઈ છે.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે તે ભારતમાં ટેસ્લા મોટર માટે જગ્યા શોધી રહ્યા છે.
અમેરિકામાં પ્રકાશિત થતાં વોલ સ્ટ્રીટ જર્નલમાં એલન મસ્કે તેના ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે જે રીતે ભારતમાં હવે ઈલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ ખૂલ્યું છે તે જોતાં તે ભારતમાં એક સારા લોકેશનની તપાસમાં છે.
હાલમાં ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈલેક્ટ્રિક વ્હીકલની નવી પોલીસી લાવતા ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
સામે વધતાં જતાં ફ્યૂઅલના ભાવો સામે ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તુ પડતાં લોકો આ વિકલ્પ તરફ ગતિ કરી રહયા છે. જો કે મસ્કે તેની કાર માટે મેક્સિકોની પણ પસંદગી દર્શાવી હતી.
છેલ્લા ઘણાં સમયથી અમેરિકન કંપની ફોર્ડે તેનું કાર ઉપ્તાદન ભારતમાં બંધ કરી દીધું હતું. એ પછી હવે ફરીથી ટેસ્લા મોટર્સ ભારતમાં આવવાનું વિચારી રહી છે.
જો ટેસ્લા મોટર્સ ભારતમાં આવશે તો ભારતના ઈલેક્ટ્રિક કારના માર્કેટમાં જોરદાર ગરમાવા સાથે ઉછાળો આવશે. ભારતીય કંપનીઓ જેવી કે ટાટા અને મહિન્દ્રા માટે પણ તેમના અપકમિંગ પ્રોજેક્ટ માટે તકલીફો ઊભી થઈ શકે છે.
સામે ગ્રાહકોને નવી ટેક્નોલોજી સાથે અમેરિકન કાર ચલાવવાનો અનુભવ મળશે.
અત્યાર સુધીના રેકોર્ડમાં અમેરિકન કાર બજાર ભારતમાં જોઈએ તેવું ફળ્યું નથી. અમેરિકાના રસ્તાઓ અને ભારતના રસ્તાઓ વચ્ચે ખાસ્સો તફાવત છે. આમ દરેક આયામો જોતા ઇલેક્ટ્રિક કારનું માર્કેટ બધાં જ માટે એક નવો અનુભવ રહેશે.
Advertisement