બ્રિટને પુષ્ટિ કરી હતી કે તે રશિયન આક્રમણ સામે મદદ કરવા યુક્રેનને લોન્ગ રેન્જ ક્રૂઝ મિસાઈલો મોકલી રહ્યું છે. બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન વાલેસના જણાવ્યા અનુસાર, બ્રિટન યુક્રેનને ‘સ્ટોર્મ શેડો’ મિસાઈલોનું ‘દાન’ કરી રહ્યું છે.
સ્ટ્રોમ શેડો લાંબી રેન્જમાં લક્ષ્યોને સાધવામાં અત્યાધુનિક મિશાઈલ છે અને 250 કિલોમીટરથી વધુની સ્ટ્રાઈક રેન્જ ધરાવે છે. તેને એરક્રાફટથી ફાયર કરી શકાય છે.
બ્રિટને કહ્યું કે આ મિસાઈલોનો પુરવઠો યુક્રેનને તેના પ્રદેશોમાંથી રશિયન દળોને પાછળ ધકેલવામાં મદદ કરશે. હાઉસ ઓફ કોમન્સે આપેલા નિવેદનમાં સંરક્ષણ સચિવ વાલેસે કહ્યું, આજે હું પુષ્ટિ કરી શકું છું કે યુકેએ યુક્રેનને સ્ટોર્મ શેડો મિસાઈલોનું દાન કર્યું છે.
તેઓએ કહ્યું કે, આ શસ્ત્ર પ્રણાલીઓનું દાન યુક્રેનને રશિયાની સતત ક્રૂરતા સામે પોતાનો બચાવ કરવાની શ્રેષ્ઠ તક આપશે. ખાસ કરીને યુક્રેનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઈરાદાપૂર્વક લક્ષ્ય બનાવવા સામે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
વાલેસે કહ્યું કે, યુક્રેનને તેની (હુમલા) સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. સ્ટોર્મ શેડોનો ઉપયોગ કરીને યુક્રેન તેના સાર્વભૌમ પ્રદેશમાંથી રશિયન સેનાને પાછળ ધકેલી દેશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી ગયા વર્ષે દેશનો સંઘર્ષ શરુ થયો ત્યારથી આવા શસ્ત્રો શોધી રહ્યા છે, પરંતુ તેમના આંતરરાષ્ટ્રીય સમર્થકો તેમને લોન્ગ રેન્જર શસ્ત્રો પૂરાં પાડવા માટે સંકોચ ધરાવે છે. તેઓએ લાગ્યું કે આનાથી કડવાશ વધી શકે છે. પરંતુ વાલેસે જણાવ્યું કે વડાપ્રધાન ઋષિ સુનકે આ નિર્ણય લીધો હતો કારણ કે રશિયા જાણી જોઈને નાગરિક ઈન્ફ્રાસ્ટ્ર્કચરને નિશાન બનાવી રહ્યું હતું.
વાલેસે કહ્યું કે, આ વર્ષે રશિયન નેતૃત્વએ બોમ્બ, મિસાઈલ અને ડ્રોન વડે નાગરિકો અને નાગરિક માળખાઓને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. અગાઉના છ મહિના કરતાં જાન્યુઆરીમાં વધુ હોસ્પિટલોને ટાર્ગેટ કરવામાં આવી હતી.
Advertisement