મોદી સરકાર વતી તમામ સ્માર્ટફોનમાં એફએમ રેડિયો આપવાનો નિયમ જારી કરવામાં આવ્યો છે. આ અંગે આઈટી મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જે મુજબ ભારતમાં વેચાતા તમામ ફોનમાં એફએમ રેડિયો આપવાનું ફરજિયાત હોવું જોઈએ.
આઈટી મંત્રાલયે સલાહ આપી છે કે જો મોબાઈલ ફોનમાં એફએમ રેડિયો ફંક્શન અને ફિચર ઈનબિલ્ટ હોય તો સ્માર્ટફોન કંપનીઓ તેને બંધ કરી શકે નહીં.
ઉપરાંત જો મોબાઈલ ફોનમાં એફએમ રેડિયો સામેલ ન હોય તો તે શક્ય તેટલી વહેલી તકે તમામ ફોનમાં રોલઆઉટ કરવું પડશે. વાસ્તવમાં મોદી સરકારનું માનવું છે કે એફએમ રેડિયો ઈમરજન્સીમાં ઘણો મદદગાર સાબિત થઈ શકે છે. એફએમ રેડિયોનો ઉપયોગ દૂરના વિસ્તારોમાં ખાસ કરીને કટોકટી અને આફતો દરમિયાન વાતચીત કરવા માટે થઈ શકે છે. મંત્રાલયનું કહેવું છે કે કટોકટીની સ્થિતિમાં એફએમ રેડિયો ઓછા ખર્ચે અને સંચારનું વિશ્વસનીય માધ્યમ બની શકે છે.
સરકારે ઈન્ટનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ને ટાંકીને કહ્યું કે રેડિયો પ્રસારણ એ કટોકરી અને આફતો દરમિયાન લોકોને વહેલી ચેતવણી પ્રદાન કરવાની સૌથી જૂની, સૌથી અસરકારક અને સૌથી શક્તિશાળી પદ્ધતિઓ પૈકીની એક છે.
સરકારે તમામ સ્માર્ટફોન ઉત્પાદકોને ફોનમાં એફએમ રેડિયો ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે. સરકાર માને છે કે એફએમ રેડિયો દેશમાં ડિજિટલ વિભાજનને દૂર કરવાની અને રેડિયો સેવાઓને ગ્રામીણ અને દૂરના વિસ્તારોના લોકો માટે સુલભ બનાવવાની ક્ષમતા ધરાવે છે જેઓ એકલ રેડિયો સેટ પરવડી શકતા નથી.
Advertisement