યુનાઇટેડ સ્ટેટ્સે ગઇકાલે સ્પષ્ટતા કરી હતી હાલમાં ક્વાડમાં નવા સભ્યો ઉમેરવાની તેની કોઇ યોજના નથી. ક્વાડના વિસ્તરણ પર મીડિયાના પ્રશ્રોના જવાબમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે કહ્યું હતું કે, ક્વાડની સ્થાપના માત્ર બે વર્ષ પહેલાં કરવામાં આવી હતી, ક્વાડ હજુ પણ પ્રમાણમાં યુવાન ભાગીદાર છે અને હાલમાં નવા સભ્યો ઉમેરવાની કોઇ યોજના નથી. વધુમાં તેઓએ કહ્યું કે, હાલમાં ક્વાડ સભ્યો સંમત થયા છે કે તેઓ ક્વાડની ઘણી શક્તિઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જણાવ્યું કે, ક્વાડ એ ચાર લોકશાહી દેશો ભારત, ઓસ્ટ્રેલિયા, યુએસ અને જાપાનનું જૂથ છે, જેનો ઉદ્દેશ્ય ઇન્ડો-પેસેફિક ક્ષેત્રને મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ રાખવાનો છે. અગાઉ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે જાહેરાત કરી હતી કે તેઓ સિડનમાં ૨૪ મેના રોજ ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે અને તેમાં અમેરિકા, ભારત અને જાપાન સાથે ભાગીદાર તરીકે કામ કરવાની તક મળશે. ક્વાડમાં ખાસ કરીને આબોહવા, વૈશ્વિક સ્વાસ્થ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પર પરસ્પર ભાગીદારીને મજબૂત કરવાની તકો દર્શાવવામાં આવશે. ક્વાડની સર્વોચ્ચ પ્રાથમિકતા ઇન્ડો-પેસેફિક ક્ષેત્રની પ્રાથમિકતાઓ અને તેનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવાની છે જેને લીધે આ સમયે ક્વાડને વિસ્તૃત કરવા પર કોઇ ચર્ચા કરવામાં આવશે નહીં.
Advertisement
Advertisement
Advertisement