અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ થઇ રહ્યું છે. સતત કામ ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુબજ આ વર્ષના ઓક્ટોબર મહિના સુધી રામનું પ્રથમ ચરણ તૈયાર થઇ જશે. યોગી સરકારના ફાઇનાન્સ મિનિસ્ટર સુરેશ ખન્નાએ ટ્વિટ કરીને માહિતી આપી કે આવતા વર્ષે એટલે કે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪એ ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજશે. ત્યારપછી ભક્તો તેમના દર્શન તેમજ પૂજા કરી શકશે.
Advertisement
Advertisement
રામ મંદિરમાં ભગવાન રામની જૂની અને નવી બંને મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. આવતા વર્ષે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના ગભગૃહમાં રામલલાના જીવનને સંપૂર્ણ વિધિ-વિધાન અને પૂજા અર્ચના સાથે પવિત્ર કરવામાં આવશે ત્યારબાદ રામ મંદિરને ભક્ચો માટે ખોલવામાં આવશે અને ભક્તો અહીં ભગવાન રામના દર્શન કરી શકશે. હાલમાં રામ મંદિરના ગર્ભગૃહનું કામ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારબાદ ગર્ભગૃહનો આકાર પણ જોવા મળી રહ્યો છે. ગર્ભગૃહને માટે બનાવેલા થાંભલાઓનું કામ પૂર્ણ થઇ ગયું છેે અને હવે તેને મોલ્ડિંગનું કામ શરૃ કરાયું છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ અનુસારન ગર્ભગૃહ પૂર્ણ કરવા માટે સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે મંદિરનો પહેલો માળ ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થઇ જશે. પહેલા માળે રામ દરબાર હશે. જ્યારે બીજો માળ ખાલી રહેશે. મંદિરની ઊંચાઇ વધારવા માટે તેને તૈયાર કરવામાં આવશે.
રામ મંદિરના ગર્ભગૃહને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે રામનવમીના દિવસે સૂર્યના કિરણો રામલલાની મૂર્તિ પર સીધો અભિષેક કરશે. તે દિવસે સૂર્યના કિરણો શ્રીરામના કપાળ પર પાચં મિનિટ સુધી રહેશે. તેને સૂર્ય તિલક કહેવામાં આવે છે.
Advertisement