હિંડેનબર્ગ રિસર્ચનો નવો રિપોર્ટ આવ્યા બાદ વધુ એક કંપની હચમચી ગઈ છે. આ કંપનીનું નામ બ્લોક ઈંક છે અને તેના સંસ્થાપક જેક ડોર્સી છે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયા બાદ જેક ડોર્સીને મોટું નુકસાન થયું છે. એક જ દિવસમાં તેમની સંપત્તિ 52.6 કરોડ ડૉલર સુધી ઘટી ગઈ છે.
Advertisement
Advertisement
બ્લૂમબર્ગના બિલિયોનેયર્સ ઈન્ડેક્સ અનુસાર 11 ટકાના કડાકા બાદ હવે તેમની સંપત્તિ હાલમાં 4.4 બિલિયન ડોલર જ રહી ગઈ છે. ગુરુવારે બ્લોક ઈંકના શેર 22 ટકા સુધી તૂટી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બ્લોક કારોબારીઓ અને યૂઝર્સ માટે ચૂકવણી અને મોબાઈલ બેન્કિંગની સેવાઓ પૂરી પાડે છે.
We think Block has misled investors on key metrics, and embraced predatory offerings and compliance worst-practices in order to fuel growth and profit from facilitation of fraud against consumers and the government. (42/n)
— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023
હિંડેનબર્ગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં દાવો કરાયો હતો કે બ્લોકે પેમેન્ટ અંગે દગો કર્યો છે. યૂઝર્સ મેટ્રિક્સને વધારી-ચઢાવી રજૂ કરવાની મંજૂરી આપી. ખોટી રીતે રેવન્યૂ જનરેટ કરી. સાથે જ શેરોમાં હેરફેર કરીને તેના ભાવ ઊંચા લઈ જવાયા હતા. આ કંપનીના શેરોને 75 ટકા ઓવરવેલ્યૂડ કરાયા છે. તેનાથી જેક ડોર્સીને 1 અબજ ડૉલરનો નફો થયો છે.
આ આરોપો અંગે કંપનીએ પ્રતિક્રિયા આપતા તમામ આરોપો ફગાવી દીધા છે. કંપનીએ કહ્યું કે અમે શોર્ટ-સેલર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીશું. ઉલ્લેખનીય છે કે જેક ડોર્સી ટ્વિટરના કો-ફાઉન્ડર રહી ચૂક્યા છે. બ્લૂમબર્ગ વેલ્થ ઈન્ડેક્સનું અનુમાન છે કે ફર્મમાં તેની ભાગીદારી ૩ બિલિયન ડૉલર છે. જોકે ઈલોન મસ્કની સોશિયલ મીડિયા કંપનીમાં તેમની સ્થિતિ 388 મિલિયન ડૉલર છે.
NEW FROM US:
Block—How Inflated User Metrics and “Frictionless” Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ
(1/n)
— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023
નાથન એન્ડરસનની રિસર્ચ ફર્મે કહ્યું કે બ્લોકના બિઝનેસ પાછળ જાદૂ ડિરપ્ટિવ ઈનોવેશન નથી પણ ગ્રાહકો અને સરકાર સાથે દગો કરીને કમાયેલું સ્ટારડમ છે.
Advertisement