દિલ્હીઃ દેશમાં છેલ્લાં થોડાં દિવસોમાં કોરોના વાયરસના કેસા ફરીથી વધી રહ્યા છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. આ રાજ્યો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ છે. લા કોરોનાના કેસો માટે નિષ્ણાતો XBB.1.16ને એક કારણ માને છે.
અત્યાર સુધી તેના માટે H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસ અને વાયરલ ફીવરને જવાબદાર માનવામાં આવતા હતા. પરંતુ, હવે નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાનો નવો વેરિયન્ટ XBB.1.16 કેસો વધવાનું કારણ હોઈ શકે.
Advertisement
Advertisement
ભારતમાં XBB.1.16ના સૌથી વધુ કેસ
કોરોનાના વેરિયન્ટ્સ પર દેખરેખ રાખતા એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ કોવસ્પેક્ટ્રમના જણાવ્યા પ્રમાણે XBB.1.16ના સૌથી વધુ 48 કેસ ભારતમાં મળ્યા છે. ભારત પછી બ્રુનેઈમાં 22, અમેરિકામાં 15 અને સિંગાપુરમાં 14 કેસો નોંધાયા છે.
કોવસ્પેક્ટ્રમના જણાવ્યા પ્રમાણે ભારતના બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં મળેલા 48 કેસમાં 39 મહારાષ્ટ્ર, 8 ગુજરાત અને એક ઉત્તર પ્રદેશમાં મળ્યો છે.
XBB પરિવારનો છે નવો વેરિયન્ટ
નિષ્ણાતોનો હવાલો આપીને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે XBB.1.16 વેરિયન્ટ XBB પરિવારનો છે. ભારતમાં તાજેતરમાં વધેલા કોરોના વાયરસના કેસો પાછળ XBB.1.16 અથવા XBB.1.5 વેરિયન્ટ જવાબદાર હોઈ શકે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાના વધતા કેસોનું સાચું કારણ જાણવા માટે કેટલાંક વધુ સેમ્પલોનું જિનોમ સિક્વન્સિંગ કરવું પડશે અને તે પહેલા કશું કહેવું ઉતાવળભર્યું ગણાશે.
XBB.1.16 વેરિયન્ટ ભારતમાં જ ઉત્પન્ન થયો હોવાની શક્યતાઃ નિષ્ણાતો
નિષ્ણાતોનું કહેવું છે કે બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપુરમાં મળી આવેલા XBB.1.16 વેરિયન્ટના મોટાભાગના કેસો ભારતીય પ્રવાસીઓ મારફતે ફેલાયા છે. તેવામાં ભારતમાં વધતા કોરોનાના કેસો પાછળ પણ આ જ વેરિયન્ટ જવાબદાર હોય તેવું બની શકે.
નિષ્ણાતોએ આ વેરિયન્ટ ભારતમાં જ ઉત્પન્ન થયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ વેરિયન્ટ હાલ દુનિયાભરમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસના અન્ય વેરિયન્ટને પાછળ પાડી દેશે. નિષ્ણાતોએ જણાવ્યું કે XBB.1.16 વેરિયન્ટ અંગે વૈશ્વિક સ્તરે કેટલીક ચિંતા છે કારણ કે તેમાંના કેટલાંક મ્યૂટેશન વેક્સિન દ્વારા મળેલી ઈમ્યુનિટીની અસરને ખતમ અથવા ઓછી કરી શકે એવાં જણાયા છે.
Advertisement