નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા તેમની 75 વર્ષની મૈત્રીની ઉજવણી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનીઝ ભારતની ચાર દિવસની મુલાકાતે છે. આજે તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં અલ્બાનીઝે ભારતની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ભારત સારા મિત્રો છે અને આપણે પાર્ટનર પણ છીએ અને આપણે દરરોજ આપણા સંબંધો મજબૂત કરી રહ્યા છીએ.
Advertisement
Advertisement
PM અલ્બાનીઝે INS વિક્રાંતની મુલાકાત લીધી
આ અગાઉ ગઈકાલે ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનીઝે ભારતના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે તેઓ PM મોદીના નિમંત્રણ પર નવનિયુક્ત, ભારતીય ડિઝાઈન અને ભારતમાં જ બનેલા INS વિક્રાંત પર આજે અહીં આવીને સન્માનિત થયા હોવાનું અનુભવી રહ્યા છે. મારી મુલાકાત ભારત – પ્રશાંત અને તેનાથી આગળ ઓસ્ટ્રેલિયાના દ્રષ્ટિકોણથી ભારતને કેન્દ્રમાં રાખવાની તેમની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારત ઉચ્ચ સ્તરીય સુરક્ષા ભાગીદાર
ઓસ્ટ્રેલિયાના PM એ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા માટે ભારત એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા ભાગીદાર પણ છે. હિંદ મહાસાગર બન્ને દેશોની સુરક્ષા અને સમૃદ્ધિનું કેન્દ્ર છે. આપણા બન્ને દેશોના ઈતિહાસમાં આટલું મજબૂત વ્યૂહાત્મક જોડાણ રહ્યું હોય તેવું અગાઉ ક્યારેય બન્યું નથી. આપણે બન્ને આપણા વ્યાપાર અને આર્થિક હિતો માટે ઈન્ડો – પેસેફિકમાં સમુદ્રી લાઈન સુધી મુક્ત અને સરળ પહોંચ પર નિર્ભર છીએ.આપણે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવા અને ઈન્ડો -પેસેફિકને ખૂલ્લો,સમાવેશી અને સમૃદ્ધ સુનિશ્ચિત કરવા માટે એક અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
Advertisement