મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આગામી દિવસો દરમિયાન ઘણી ફિલ્મોમાં નજરે પડશે. છેલ્લે તેઓ સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઉંચાઈ’માં જોવા મળ્યા હતા. હાલ તેઓ ફિલ્મ ‘ પ્રોજેક્ટ K’ને લઈને ચર્ચામાં છે. તેમની આ ફિલ્મ માટે પ્રશંસકોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ, હાલ જે સમાચાર મળી રહ્યા છે તેનાથી અમિતાભ બચ્ચનના ચાહકો દુઃખી થઈ જશે.
Advertisement
Advertisement
હકીકતે, આ ફ્લિમનું શૂટિંગ કરતી વખતે તેઓ એક દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. આ ફિલ્મના ડાયરેક્ટર નાગ અશ્વિન છે અને ફિલ્મમાં બચ્ચન સાથે દીપિકા પદુકોણ, પ્રભાસ અને દિશા પટણી કામ કરી રહ્યા છે. બચ્ચને બ્લોગમાં જણાવ્યું હતું કે તેમણે હાલ પૂરતું તમામ કામ બંધ કરી દીધું છે. તેમણે ઉમેર્યું કે તેઓ તેમના નિવાસ્થાન ‘જલસા’ ખાતે આરામ કરી રહ્યા છે.
એક્શન સીન કરતાં થઈ ઈજા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ ‘ પ્રોજેક્ટ K’નું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે શૂટિંગ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા. એક એક્શન સીન શૂટ કરતી વખતે તેમની પાંસળીઓમાં ફ્રેક્ચર થયું હતું તેનેલીધે તેઓ બેભાન થઈ ગયા હતા તેમ જાણવા મળી રહ્યું છે. તેમને તાત્કાલિક હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમનું સીટી સ્કેન કર્યું હતું. અમિતાભ બચ્ચન તેમના ઘરે પાછા ગયા છે.
Advertisement