ન્યૂયૉર્ક: અમેરિકન સંરક્ષણ વિભાગના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યુ કે ચીનનો સર્વેલન્સ બલૂન લેટિન અમેરિકાની ઉપરથી પસાર થઇ રહ્યું છે.
Advertisement
Advertisement
પેન્ટાગોનના પ્રેસ સચિવ બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે કહ્યુ, “અમને લેટિન અમેરિકા ઉપરથી વધુ એક બલૂન પસાર થવાના અહેવાલો મળી રહ્યા છે. અમારૂં મૂલ્યાંકન એ છે કે આ અન્ય ચીની સર્વેલન્સ બલૂન છે. આ સમયે અમારી પાસે પ્રદાન કરવા માટે કોઇ વધારાની જાણકારી નથી.
પેન્ટાગોન દ્વારા મોન્ટાનામાં એક ચીની સર્વેલન્સ બલૂન ઉડતા જોયાના એક દિવસ પછી લેટિન અમેરિકામાંથી પસાર થતા ચાઇનીઝ સર્વેલન્સ બલૂનના અહેવાલ આવ્યા હતા.
અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને અમેરિકન આકાશમાં ચાઇનીઝ બલૂન જોવાના જવાબમાં પોતાનો બેઇજિંગ પ્રવાસ રદ કર્યો હતો, તેમણે આ નિર્ણય ચીનના આ દાવા છતા લીધો હતો કે બલૂન એક હવામાન સંશોધન ઉપગ્રહ છે, જે દિશા ભટકી ગયુ છે અને તેનું (બેઇજિંગનું) કોઇપણ સાર્વભૌમ દેશના અધિકારક્ષેત્ર અને એરસ્પેસનું ઉલ્લંઘન કરવાનો કોઇ ઇરાદો નથી.”
વેપાર, તાઈવાન, માનવાધિકાર અને દક્ષિણ ચીન સાગરમાં ચીનના દાવાઓને લઈને બેઈજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના તણાવને ઓછો કરવાના પ્રયાસમાં બ્લિંકન શુક્રવારે રાત્રે ચીન જવાના હતા.
પેન્ટાગોને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પેલોડ વહન કરતી ત્રણ બસોના કદનું ચાઇનીઝ બલૂન કદાચ આગામી થોડા દિવસો સુધી અમેરિકાના આકાશમાં રહેશે અને તે વ્યાપક દેખરેખ રાખવાની ક્ષમતા ધરાવે છે.
Advertisement