નવી દિલ્હી: દિલ્હી પોલીસ ચોકી ગઇ હતી જ્યારે પીસીઆરમાં એક કૉલ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જીવથી મારવાની ધમકી મળી હતી. તુરંત એક્શનમાં આવેલી પોલીસ આરોપી સુધી પહોચી ગઇ હતી. જોકે, તે માનસિક રીતે રોગી નીકળ્યો હતો જેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ કારણે તેની ધરપકડ કરી નહતી.
Advertisement
Advertisement
પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે દિલ્હીના મુખ્યમંત્રીના નામે આ ધમકી સોમવાર અડધી રાત્રે આપવામાં આવી હતી. 12.05 પર પીસીઆરને એક કૉલ આવ્યો હતો. કૉલ કરનારાએ કહ્યુ કે તે અરવિંદ કેજરીવાલની હત્યા કરી દેશે. કૉલના તુરંત બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ફોન કરનારાનું લોકેશન ટ્રેસ કરીને થોડી વારમાં જ પોલીસ આરોપી સુધી પહોચી ગઇ હતી.
જોકે, પોલીસ જ્યારે આરોપી પાસે પહોચી તો ખબર પડી કે તે માનસિક રીતે રોગી છે. 38 વર્ષીય આ વ્યક્તિની દિલ્હીના ગુલાબી બાગમાં સારવાર ચાલી રહી છે, તેની માનસિકતાને જોતા પોલીસે આરોપીની ધરપકડ કરી નહતી.
Advertisement