નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકની ઘટના સામે આવી છે. દિલ્હી એમ્સ સામે સ્વાતિ માલીવાલને એક કાર ચાલકે 15 મીટર સુધી ઘસેડી હતી. સ્વાતિ માલીવાલનો હાથ કારની બારીમાં ફસાઇ ગયો હતો. આ ઘટનાને લઇને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
આ ઘટનાને લઇને ડીસીપી ચંદન સિંહે જણાવ્યુ કે હૌજ ખાસ પોલીસ સ્ટેશનમાં એક કૉલ આવ્યો હતો. એક મહિલાને એક કાર ચાલકે ખોટા ઇશારા કર્યા હતા અને 10-15 મીટર સુધી ઘસેડી હતી. ગરૂણા વૈનની મદદથી આરોપીને પકડવામાં આવ્યો છે. સાથે જ પોલીસે જણાવ્યુ કે આરોપીની ઉંમર 47 વર્ષ છે અને તેને દારૂ પીધો હતો. આ ઘટનાને લઇને ફરિયાદ પણ નોંધાઇ ચુકી છે. આ દરમિયાન પોલીસે જણાવ્યુ કે જે મહિલા સાથે ગેરવર્તણૂક થઇ છે તે સ્વાતિ માલીવાલ છે.
(DCW chief)Swati Maliwal,dragged by car for 10-15 meters,at around 3.11 am opp AIIMS gate 2, after her hand got stuck in car's window as driver, Harish Chandra, suddenly pulled up glass window while she was reprimanding him as he asked her to sit in his car: Delhi Police pic.twitter.com/fZh5GXhbIP
— ANI (@ANI) January 19, 2023
Advertisement