કીવ: યૂક્રેનમાં કીવની બહાર એક કિંડગરગાર્ટન પાસે એક હેલીકૉપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થતા બાળક અને યૂક્રેનના ગૃહમંત્રી સહિત 16 લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
Advertisement
Advertisement
રાષ્ટ્રીય પોલીસ પ્રમુખ ઇગોર ક્લેમેંકોએ કહ્યુ, “કુલ 16 લોકોના માર્યા જવાની જાણકારી છે, તેમણે કહ્યુ કે મૃતકોમાં આંતરિક મંત્રાલયના કેટલાક ટોચના અધિકારી સામેલ છે જેમાં આંતરિક મંત્રી ડેનિસ મોનાસ્ટિર્સ્કી પણ સામેલ છે. ઘટના બાદ ઓનલાઇન પ્રસારિત એક વીડિયોમાં ઘટનાસ્થળ પર અવાજ સાંભળી શકાય છે.
બ્રોવેરી શહેર કીવથી લગભગ 20 કિલોમીટર (12 માઇલ) ઉત્તર પૂર્વમાં સ્થિત છે. રશિયા અને યૂક્રેની સેના મૉસ્કોના આક્રમણના શરૂઆતના તબક્કામાં બ્રોવેરીના નિયંત્રણ માટે ત્યાર સુધી લડ્યા જ્યારે એપ્રીલની શરૂઆતમાં રશિયન સેના પરત ના આવી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ પશ્ચિમી યૂક્રેનમાં સેના મોકલી હતી.
Advertisement