ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભવ્ય જીત મેળવ્યા બાદ ભૂપન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા હતા. નવી કેબિનેટમાં કેટલાક નવા ચહેરાને જગ્યા મળી છે, જ્યારે કેટલાક જૂના મંત્રીઓનું પત્તુ કપાઇ ગયુ છે. જીતૂ વાઘાણી અને પૂર્ણેશ મોદીને રિપીટ કરવામાં આવ્યા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 8 કેબિનેટ, 2 રાજ્ય સ્તરીય (સ્વતંત્ર) અને 6 રાજ્ય સ્તરીય મંત્રીઓેએ શપથ લીધા હતા. રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાનુબેન બાબરિયાને કેબિનેટમાં મહિલા મંત્રીના રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કેબિનેટ મંત્રી
કનુભાઇ દેસાઇ, પારડી બેઠક
બળવંત સિંહ રાજપૂત, સિદ્ધપુર બેઠક
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
રિષિકેશ પટેલ, વિસનગર
કુંવરજી બાવળિયા, જસદણ
મૂળુભાઇ બેરા, ખંભાળિયા
કુબેર ડિંડોર
ભાનુબેન બાબરિયા, રાજકોટ ગ્રામ્ય
રાજ્ય સ્તરીય મંત્રી સ્વતંત્ર પ્રભાર
હર્ષ સંઘવી, મજૂરા
જગદીશ વિશ્વકર્મા, નિકોલ
રાજ્ય સ્તરના મંત્રી
પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય
બચુભાઇ ખાબડ, દેવગઢબારિયા
મુકેશ પટેલ, ઓલપાડ
પ્રફુલ પાનસેરિયા, કામરેજ
ભીખુસિંહ પરમાર, મોડાસા
કુંવરજી હળપતિ, માંડવી
વિધાનસભામાં મુખ્ય દંડક અને નાયબ દંડકની નિયુક્તિ
વડોદરાના ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ મુખ્ય દંડક તરીકે નિમાયા
નાયબ દંડક તરીકે ડાંગના ધારાસભ્ય વિજય પટેલની વરણી કરવામાં આવી છે.
વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા અને બોરસદના ધારાસભ્ય રમણસિંહ સોલંકી પણ નાયબ દંડક બન્યા છે.
Advertisement