ચેન્નાઇ: હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વાવાઝોડુ મંડૂસ (Mandous)ના પ્રભાવને કારણે તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ચેન્નાઇના DDGMએ જાણકારી આપી કે મંડૂસ દરિયા કિનારાને પાર કરી ગયુ છે, જેની તાકાત નબળી પડી રહી છે. આ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધી રહ્યુ છે, માટે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં 55-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલશે, જે સાંજ સુધી ઘટીને 30-40 કિમી પ્રતિ કલાક થઇ જશે.
Advertisement
Advertisement
મંડૂસના પ્રભાવને કારણે ચેન્નાઇમાં સતત વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને કારણે ચેન્નાઇના પટિનપક્કમ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદને કારણે અરૂબક્કમની MMDA કોલોનીમાં રસ્તા પર પણ પાણી ભરાઇ ગયા છે.
આંધ્ર પ્રદેશમાં પણ એલર્ટ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીએ બંગાળની ખાડીમાં તોફાનને ધ્યાનામં રાખીને વિવિધ જિલ્લાના કલેક્ટરોને સાવચેત રહેવાના આદેશ આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
Advertisement