જયપુર: રાજસ્થાનના ઉદયપુર-આબુ ફરવા જતા ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનની ગહેલોત સરકારે રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજસ્થાનમાં રાત્રે હવે ખુલ્લેઆમ દારૂનું વેચાણ નહી કરી શકાય.
Advertisement
Advertisement
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જાહેરાત કરી કે રાજ્યમાં ગેન્ગસ્ટરો પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ દરમિયાન કેટલીક જાહેરાત કરવામાં આવી છે. સીએમ ગહેલોતે કહ્યુ કે દારૂની દુકાન જો આઠ વાગ્યા પછી ખુલ્લી મળી તો સબંધિત પીઆઇ, એસપી તેના જવાબદાર હશે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે જયપુરમાં પોલીસ કાર્યાલયમાં મીટિંગ બાદ આ આદેશ જાહેર કર્યા છે.
ગહેલોતે શું કહ્યું?
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પ્રતિબંધ છતા રાતના 8 વાગ્યા પછી પણ દારૂની દુકાન ખુલ્લી રહેવાને લઇને કહ્યુ કે આ ચિંતાનો વિષય છે. કોઇ પણ વિસ્તારમાં રાત્રે 8 વાગ્યે દારૂની દુકાન ખુલ્લી મળી તો સબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરૂદ્ધ કાર્યવાહી થશે. દુકાન રાત્રે 8 વાગ્યે બંધ થઇ જશે.
રાત્રે 8 વાગ્યા પછી વધુ દારૂ વેચાય છે
ગહેલોત સરકારના આદેશ અનુસાર રાજસ્થાનમાં રાતના 8 વાગ્યા પછી દારૂનું વેચાણ કરવુ ગેરકાયદેસર છે, તેમ છતા રાત્રે 8 વાગ્યા પછી સૌથી વધુ દારૂનું વેચાણ થાય છે, જ્યા દારૂના ઠેકા પર રાત્રે 8 વાગ્યા પછી શટરની નીચેથી અને દુકાનની આજુ બાજુ કાઢવામાં આવેલા ઝરૂખામાંથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવે છે. આ ઘટનાક્રમ આખી રાત ચાલે છે.
આ સાથે જ પોલીસ સ્ટેશન અને આબકારીને મોટી મંથલી ઇનકમ આપ્યા બાદ એકસ્ટ્રા ચાર્જ લઇને ખુલ્લેઆમ મોડી રાત સુધી દારૂ વેચાય છે.
મહત્વપૂર્ણ છે કે રાજસ્થાનમાં કેટલાક એવા જિલ્લા છે જ્યા ખુલ્લેઆમ શટર ઓપન કરીને દારૂની દુકાનો ખુલ્લી રહે છે. દારૂના ઠેકેદાર કાયદાના ધજાગરા ઉડાવતા 8 વાગ્યા પછી મોડી રાત સુધી એકસ્ટ્રા ચાર્જ લઇને દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. સાથે જ ઓનલાઇન પેમેન્ટ પણ મોડી રાત સુધી કરવામાં આવે છે.
Advertisement