નવી દિલ્હી: ગુજરાતમાં ભાજપે માત્ર સતત સાતમી વખત જીત જ નથી મેળવી પણ રાજ્યમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 182 બેઠકમાંથી 156 બેઠક એટલે કે 85 ટકા બેઠક પર કમળ ખિલ્યું છે. 27 વર્ષથી સતત સત્તામાં રહેવા પર એન્ટી-ઇન્કમ્બસીની આશંકા હતી અને ક્યાક ભાજપે પ્રો-ઇન્કમ્બસીમાં બદલ્યુ કે વોટ શેર 50 ટકાની પાર પહોચી ગયો હતો. જોકે, ભાજપને મળેલી આ ઐતિહાસિક અને પ્રચંડ બહુમતનો સ્થાનિક મુદ્દા સાથે કોઇ લેવા દેવા નથી. ગુજરાત ચૂંટણીના પરિણામની ‘મિશન 2024’ પર ઘણી મોટી અસર પડવાની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ભાજપ હારનો અર્થ હોત ‘મિશન 2024’માં નુકસાન. આ કારણ હતુ કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પોતાની પુરી તાકાત ગુજરાત ચૂંટણીમાં લગાવી દીધી હતી.
Advertisement
Advertisement
2014માં વડાપ્રધાન બન્યા પહેલા સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા પરંતુ પીએમ બન્યા બાદ પણ તે ગુજરાતના દરેક ચૂંટણી પ્રચારની કમાન ખુદ સંભાળી હતી. વડાપ્રધાન રહ્યા બાદ પણ રાજ્યમાં દરેક ચૂંટણીમાં તે જ ભાજપના કેમ્પેનર-ઇન-ચીફ રહ્યા છે, તેમના વજીર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગૃહરાજ્યમાં કોઇ કસર છોડવા માંગતા નહતા. 2022ની ચૂંટણી પણ અલગ રહી નહતી. ગુજરાતમાં ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ મોદી અને અમિત શાહે મોરચો સંભાળી લીધો હતો. ઘરની ચૂંટણીમાં બન્ને માટે પ્રતિષ્ઠાની લડાઇ જ નહતી પણ લોકસભા ચૂંટણી પહેલા મોટી પરીક્ષા હતી. બન્ને નેતાઓની મહેનત રંગ લાવી હતી અને પાર્ટીએ ગુજરાતમાં જીતના દરેક રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભૂપેન્દ્રએ માત્ર નરેન્દ્રનો જ રેકોર્ડ તોડ્યો નહતો પણ માધવસિંહ સોલંકીનો 1985નો 149 બેઠક જીતવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
મોદી અને અમિત શાહ જનતાને આ મેસેજ આપવામાં સફળ થઇ ગયા કે ભાજપની જો હાર થઇ હોત તો આ રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતી અસ્મિતાને ચોટ હોત, તેમણે આ સુનિશ્ચિત કર્યુ કે જનતા સુધી આ મેસેજ પહોચાડવામાં કોઇ કસર ના રહી જાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલા આખા ગુજરાતમાં પ્રચાર કર્યો હતો, તેમણે 31 રેલી કરી હતી. અમદાવારમાં 50 કિલોમીટર તો સૂરતમાં 25 કિલોમીટર લાંબો મેગા રોડ શો કર્યો હતો. અમિત શાહે રાજ્યમાં જ ડેરો નાખ્યો હતો અને બૂથ લેવલથી લઇને પ્રચારની રણનીતિ સુધીની ડીટેલ ખુદ જોઇ હતી અને મેનેજ કર્યુ હતુ. ભાજપ માટે મિશન 2024 પહેલા આ મોટી જીત છે.
પાર્ટીના એક નેતાએ જણાવ્યુ, મિશન 2024ની ગુજરાતથી શરૂઆત થઇ ગઇ છે, 2022માં ગૃહરાજ્યમાં પ્રચંડ જીતથી 2024 માટે બાકી દેશને પણ મેસેજ જશે. ગુજરાતમાં છેલ્લી સતત બે ચૂંટણીમાં ભાજપની બેઠક ઘટી રહી હતી, માટે રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મહત્વપૂર્ણ બની જાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જીતનો ભાજપને મળશે મોટો ફાયદો, રાજ્યસભામાં નવો રેકોર્ડ બનશે
ગુજરાતમાં પીએમ મોદીના જોરદાર પ્રચાર અભિયાનને લઇને ભાજપના નેતાએ કહ્યુ, વડાપ્રધાનનો સ્પષ્ટ મેસેજ હતો કે તે ગુજરાતને વધુ ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે અને માટે લોકોને ભાજપને બહુમત આપવો જોઇએ જેનાથી પીએમ મોદીના હાથ વધુ મજબૂત બને.
પ્રચાર દરમિયાન મોદી અને શાહનું ફોકસ રાષ્ટ્રીય મુદ્દા પર જ હતુ. ભારતને જી-20ની અધ્યક્ષતા મળવાને લઇને તેમણે તે રીતે રજૂ કર્યુ કે તેનાથી ગુજરાતમાં મોટા આયોજન તો થશે જ રોકાણ પણ આકર્ષિત થશે. ચૂંટણી પહેલા મોરબીમાં પુલ તૂટતા 135 લોકોના મોત થયા હતા પરંતુ ભાજપને તેનાથી કોઇ નુકસાન થયુ નહતુ. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાનના નામ પર વોટ માંગ્યા હતા. રેલીમાં મોદી અને શાહ બન્ને ભાર આપીને કહેતા રહેતા હતા કે ‘ડબલ એન્જિન’ (કેન્દ્ર અને રાજ્ય બન્નેમાં ભાજપ સરકાર)ની સરકાર ગુજરાત સતત નવી ઉંચાઇઓ પર પહોચશે. બન્ને ગુજરાતની જનતાને આ સમજાવવામાં સફળ પણ થઇ ગયા હતા.
Advertisement