પૂણે: મહારાષ્ટ્રના પૂણેમાં રવિવાર રાત્રે અકસ્માત થયો હતો જેમાં 40થી વધારે વાહન દૂર્ઘટનાગ્રસ્ત થયા હતા. એક ટ્રકના બ્રેક ફેલ થવાને કારણે પૂણે-બેંગલુરૂ હાઇવે પર આ દૂર્ઘટના સર્જાઇ હતી અને કેટલાક વાહન એક બીજા સાથે ટકરાયા હતા. ઘટનામાં કોઇએ જીવ ગુમાવવો પડ્યો નહતો. જોકે, 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. દૂર્ઘટનાને કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.
Advertisement
Advertisement
પહેલા ટ્રકે મારી કેટલીક ગાડીને ટક્કર
ઘટના રવિવાર રાત્રે લગભગ 8.30-9.00 વાગ્યાની આસપાસ પૂણેના નવલે પુલ પાસે બની હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂણે જઇ રહેલા એક ટ્રક પુલથી ઉતરતા સમયે બ્રેક ફેલ થઇ ગઇ હતી અને તેને કેટલીક ગાડીઓને ટક્કર મારી હતી. દૂર્ઘટનામાં રસ્તા પર તેલ ફેલાઇ ગયુ હતુ જેને કારણે પાછળથી આવી રહેલા અન્ય વાહન ફસકી ગયા હતા અને એક બીજા સાથે ટકરાવવા લાગ્યા હતા. અધિકારીઓ અનુસાર આ દૂર્ઘટનામાં કુલ 48 ગાડી દૂર્ઘટનાગ્રસ્ત થઇ હતી.
ફાયર બ્રિગેડ અને PMRDAએ ગાડીઓને હટાવીને જામ ખોલ્યો
રોડ અકસ્માતની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પૂણે મહાનગર વિસ્તારના વિકાસ પ્રાધિકરણ (PMRDA) ઘટનાસ્થળે પહોચ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં પહોચાડ્યા હતા. ઘટનાને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો જે બાદ ગાડીઓને હટાવીને જામ ખોલવામાં આવ્યો હતો.
નવલે પુલ પર અવાર નવાર થાય છે દૂર્ઘટના
મહત્વપૂર્ણ છે કે નવલે પુલનો વિસ્તાર રોડ અકસ્માતની દ્રષ્ટિએ સંવેદનશીલ છે અને અહી અવાર નવાર દૂર્ઘટના થતી રહે છે. શુક્રવારે જ પુલ પાસે એક ફૂલ સ્પીડથી કારે એક મહિલાને ટક્કર મારી હતી. ઘટનામાં મહિલાનું મોત થયુ હતુ. પુલ પર ઢાળ છે અને ગાડી અવાર નવાર ઝડપથી પ્રસાર થાય છે, માટે અહી મોટા પાયે દૂર્ઘટના સર્જાય છે.
Advertisement