તહેરાન: હિજાબને લઇને અટકાયતમાં લેવામાં આવેલી વિદ્યાર્થિની મહસા અમીનીના મોતના 12 દિવસ વિતી ગયા બાદ પણ ઇરાનમાં વિવાદ થઇ રહ્યો છે. આ વચ્ચે ઇરાની સેનાએ પ્રદર્શનોનું સમર્થન કરનારા કુર્દ લડાકાઓ ઉપર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. ઇરાનની સ્ટેટ મીડિયાના એક સમાચાર અનુસાર, ઇસ્લામિક રેવોલ્યૂશન ગાર્ડ્સ કૉર્પ્સ (IRGC) ગ્રાઉન્ડ ફોર્સે કુર્દિસ્તાનમાં એક પછી એક 73 બેલિસ્ટિક મિસાઇલ અને આત્મઘાતી ડ્રોન હુમલા કર્યા છે. IRGCનો આરોપ છે કે કુર્દિસ્તાનની કોમલા પાર્ટી દેશમાં ચાલી રહેલા હિજાબ વિરોધી હિંસક પ્રદર્શનોને પોતાનું સમર્થન આપી રહી છે. આ હુમલો કુર્દ વિસ્તારના અલગ અલગ 42 પોઇન્ટ પર કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
શનિવારથી હુમલા શરૂ કર્યા બાદ IRGCના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે પોલીસ કસ્ટડીમાં એક 22 વર્ષીય ઇરાની મહિલાના મોત પર અશાંતિ વચ્ચે આ કુર્દ ગ્રુપ ઇરાનમાં હથિયારોની તસ્કરી કરી રહ્યા હતા. આગળ IRGCએ જણાવ્યુ કે કુર્દિસ્તાન ક્ષેત્રીય સરકાર (કેઆરજી)ના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ના કરવાના અનુરોધ પર આ હુમલા કરવા પડ્યા હતા. જોકે, આ હુમલામાં કેટલા લોકોનો જીવ ગયો છે તેની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી.
કુર્દ વિસ્તારમાંથી શરૂ થયા હતા પ્રદર્શન
હિજાબ વિરોધી પ્રદર્શનોની શરૂઆત ઇરાનના કુર્દ વસ્તી ધરાવતા ઉત્તર-પશ્ચિમ વિસ્તારથી થઇ હતી, જે ધીમે ધીમે પાટનગર તહેરાન સહિત 50 શહેર અને કસ્બામાં ફેલાઇ ગયુ હતુ. અમીનીના ગૃહ વિસ્તાર કુર્દિસ્તાનામં ફેલાયેલી અશાંતિને કારણે ઇરાનની ઇસ્લામિક રેવોલ્યૂશન ગાર્ડ્સ કૉર્પ્સે કુર્દ વિસ્તારમાં બોમ્બ મારો કર્યો હતો. હુમલામાં પૂર્વ IRGCના એક સીનિયર અધિકારીએ પહેલા પણ કુર્દ વિસ્તારમાં ચાલી રહેલા પ્રદર્શનો પર કાર્યવાહીની વાત કહી હતી.
ઇસ્લામી પવિત્રતાનું અપમાન
ઇરાનમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનો માટે ઇસ્લામિક રેવોલ્યૂશન ગાર્ડ્સ કૉર્પ્સે કુર્દ લડાકાઓને જવાબદાર ઠેરવ્યા છે. IRGCના હવાલાથી સરકારી મીડિયાએ જણાવ્યુ કે કુર્દ ઇરાનના શહેરોમાં હિંસા પાછળ સામેલ હતા. IRCGએ જણાવ્યુ કે લડાકા દેશમાં ચાલી રહેલા હિજાબ વિરોધી પ્રદર્શનના માધ્યમથી ઇસ્લામી પવિત્રતાનું અપમાન કરી રહ્યા છે.
40થી વધારે લોકોના થયા મોત
હિજાબ વિરૂદ્ધ લોકોમાં વધી રહેલા અસંતોષ પછી ભડકેલા પ્રદર્શનનોને રોકવા માટે પોલીસ બળ પ્રયોગ કરી રહી છે. ઇરાનમાં જગ્યાએ જગ્યાએ થઇ રહેલા હિજાબ વિરોધી પ્રદર્શનોમાં કેટલીક મહિલાઓ હિજાબને આગ લગાવતી જોવા મળી રહી છે, જેનાથી ભડકેલી પોલીસ સતત પ્રદર્શનકારઓ પર ટિયર ગેસના સેલ છોડી રહી છે અને ફાયરિંગ કરી રહી છે. સરકારી મીડિયાના આંકડા અનુસાર અત્યાર સુધી આ પ્રદર્શનોમાં 41 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
Advertisement