ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયુ હતુ જેમાં 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઇ ગયુ છે. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78 ટકા મતદાન જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછુ 57.58 ટકા મતદાન થયુ હતુ.
Advertisement
Advertisement
નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન
નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન થયુ હતુ. નર્મદામાં શરૂઆતથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો. સવારે 9 વાગ્યા સુધી માત્ર એક કલાકમાં જ નર્મદામાં 5.29 ટકા મતદાન થઇ ગયુ હતુ. તે પછી ધીમે ધીમે મતદારોનો ઉત્સાહ વધતો ગયો હતો. 11 વાગ્યા સુધી નર્મદા જિલ્લામાં 23.66 ટકા, 1 વાગ્યા સુધી 46.16 ટકા, 3 વાગ્યા સુધી 63.95 ટકા અને 5 વાગ્યા સુધી મતદાન પૂર્ણ થવા સુધી 57.58 ટકા મતદાન રહ્યુ હતુ.
બોટાદ-અમરેલી જિલ્લામાં સૌથી ઓછુ મતદાન
બોટાદ અને અમરેલી જિલ્લામાં સૌથી ઓછુ મતદાન થયુ હતુ. બોટાદમાં 57.58 ટકા મતદાન થયુ હતુ જ્યારે અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન થયુ હતુ. બોટાદ અને અમરેલીમાં મતદારોનો ઉત્સાહ એક સરખો નિરશ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: પ્રથમ તબક્કામાં 8% ઓછુ મતદાન, જાણો શું કહે છે સૌરાષ્ટ્ર-કચ્છનો ટ્રેંડ
જાણો ક્યા કેટલુ મતદાન થયુ
કચ્છમાં 59.80 ટકા, સુરેન્દ્રનગરમાં 62.46 ટકા, મોરબીમાં 69.95 ટકા, રાજકોટમાં 60.45 ટકા, જામનગરમાં 58.42 ટકા, દેવભૂમિ દ્વારકામાં 61.71 ટકા, પોરબંદરમાં 59.51, જૂનાગઢમાં 59.52 ટકા મતદાન નોંધાયુ હતુ.
ગીર સોમનાથમાં 65.93 ટકા, અમરેલીમાં 57.59 ટકા, ભાવનગરમાં 60.82 ટકા, બોટાદમાં 57.58 ટકા, નર્મદામાં 78.24 ટકા, ભરૂચમાં 66.31, સૂરતમાં 62.27 ટકા, તાપીમાં 76.91 ટકા, ડાંગમાં 67.33, નવસારીમાં 71.06 ટકા, વલસાડમાં 69.40 ટકા મતદાન થયુ હતુ.
8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે 93 બેઠક પર યોજાશે. જેમાં અમદાવાદ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement