ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયુ હતુ જેમાં 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઇ ગયુ છે. ગુરૂવારે પ્રથમ તબક્કામાં મતદારોનો ઉત્સાહ ગત વિધાનસભા ચૂંટણી જેવો જોવા મળ્યો નહતો. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 60.20 ટકા મતદાન થયુ હતુ જ્યારે 2017 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકો પર 68 ટકા મતદાન થયુ હતુ.
Advertisement
Advertisement
પ્રથમ તબક્કાના વોટિંગનો ટ્રેડ
ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની વોટિંગનો ટ્રેડ જોઇએ તો ગત ચૂંટણીમાં આ વખતે આઠ ટકા વોટિંગ ઓછુ થયુ છે. ગુજરાતના 2012ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 70.75 ટકા મતદાન થયુ હતુ. આ રીતે છેલ્લી બે ચૂંટણીની તુલનામાં આ વખતે વોટિંગ ટકાવારી ઘટી છે, જેને કારણે રાજકીય પક્ષ ચિંતામાં મુકાયા છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટીના ચૂંટણી મેદાનમાં ઉતરતા મુકાબલો ત્રિકોણીય બની ગયો છે.
ક્યા કેટલુ મતદાન થયુ?
ચૂંટણી પંચ અનુસાર, ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ 73.02 ટકા મતદાન થયુ તો તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન થયુ હતુ. આ રીતે આઠ જિલ્લામાં આશરે 60 ટકા કરતા વધુ મતદાન નોંધાયુ છે. સૂરતમાં 60.17 ટકા, ભરૂચમાં 63.28 ટકા, ડાંગમાં 64.84 ટકા, સોમનાથમાં 60.46 ટકા, મોરબીમાં 67.60 ટકા, નર્મદામાં 68.09 ટકા, બોટાદમાં 57.15 ટકા, અમરેલીમાં 52.93 ટકા, ભાવનગરમાં 57.81 ટકા, જામનગરમાં 53.98 ટકા, જૂનાગઢમાં 56.95 ટકા, કચ્છમાં 54.91 ટકા, પોરબંદરમાં 53.1 ટકા મતદાન થયુ હતુ.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન ઘટ્યુ
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના 12 જિલ્લાની 54 બેઠક પર આ વખતે 58 ટકા મતદાન થયુ છે જ્યારે 2017માં 65 ટકા મતદાન રહ્યુ હતુ. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સાત જિલ્લાની 35 બેઠક પર 66 ટકા મતદાન થયુ છે જ્યારે 2017માં 70 ટકા મતદાન થયુ હતુ. એવામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની બેઠક પર ગત વિધાનસભા ચૂંટણીની તુલનામાં 7 ટકા મતદાન ઓછુ થયુ છે જ્યારે દક્ષિણ ગુજરાતની બેઠકો પર 4 ટકા ઓછુ મતદાન થયુ છે.
સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં માત્ર મોરબીમાં જ 54 ટકા મત પડ્યા છે જ્યારે અન્ય જિલ્લામાં 50 ટકા કરતા પણ ઓછુ વોટિંગ થયુ છે. આ રીતે પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારમાં ઓછુ મતદાન અને આદિવાસી-ઓબીસી બેઠકો પર વધુ મતદાન કેન્ડિડેટ જ નહી પણ રાજકીય દળોને પણ અસમંજસમાં મુકી દીધા છે.
કોંગ્રેસને લાભ, ભાજપને નુકસાન
પ્રથમ તબક્કાની બેઠકો પર 2017ની ચૂંટણી જોઇએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભાજપ પર કોંગ્રેસ ભારે પડી હતી જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યુ હતુ. પ્રથમ તબક્કાની જે 89 બેઠકો પર ચૂંટણી યોજાઇ છે, તેમની પર 2017ની ચૂંટણીમાં ભાજપ 48 બેઠક જીત્યુ હતુ તો કોંગ્રેસ 39, બીટીપી 2 અને એનસીપીને એક બેઠક મળી હતી. 2012ની ચૂંટણીના પરિણામ જોઇએ તો 89 બેઠકોમાંથી ભાજપ 63, કોંગ્રેસને 22 અને અન્યને ચાર બેઠક મળી હતી. આ રીતે કોંગ્રેસને ફાયદો અને ભાજપને નુકસાન થયુ હતુ.
2017માં કોંગ્રેસે 89 બેઠકમાંથી 38 બેઠક પર લગભગ 42 ટકા વોટ શેર સાથે જીત મેળવી હતી. ભાજપે 49 ટકા વોટ શેર સાથે 48 બેઠક પર કબજો જમાવ્યો હતો. જોકે, 2012ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ઘણુ મોટુ હતુ, ત્યારે ભાજપને 48 ટકાની તુલનામાં કોંગ્રેસ કરતા 10 ટકા વધુ મત મળ્યા હતા. વોટ ટકાની અસર બેઠક પર પણ જોવા મળી હતી પરંતુ 2017માં કોંગ્રેસને 10 ટકા વોટનો વધારો થયો હતો. જોકે, 2019 લોકસભા ચૂંટણીના હિસાબથી ભાજપે 89 બેઠકમાંથી 85 બેઠક પર 62 ટકા વોટ શેર સાથે લીડ મેળવી હતી.
70 ટકા વોટિંગની બેઠકોનું પરિણામ
2017ની ચૂંટણીમાં જે વિધાનસભા બેઠકો પર 70 ટકા કરતા વધુ મતદાન થયુ હતુ તેમાંથી મોટાભાગની બેઠક કોંગ્રેસના ખાતામાં ગઇ હતી. પ્રથમ તબક્કાની 27 વિધાનસભા બેઠક હતી જેમની પર 70 ટકા કરતા વધુ વોટિંગ થયુ હતુ. આ બેઠકના પરિણામ જોઇએ તો 14 કોંગ્રેસ અને 11 ભાજપને મળી હતી. કપરાડા, નીઝર, માંડવી, વ્યારા, વાંસદા, નાંદોદ, સોમનાથ, વાંકાનેર, ટંકારા, જસદણ, ડાંગ, મોરબી, જંબુસર, તાલાલામાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. બીજી તરફ ભાજપે જેતપુર, અંકલેશ્વર, માંડવી, નવસારી, જલાલપોર, ધરમપુર, માંગરોળ, મહુવા, વાગરા, ગણદેવી, બારડોલી બેઠક પર જીત મેળવી હતી. આ સિવાય બીટીપીએ બે બેઠક ડેડીયાપાડા અને ઝઘડિયા જીતી હતી.
ભાજપનું ખરાબ પ્રદર્શન
ગત ચૂંટણીમાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહ્યુ હતુ. પ્રથમ તબક્કાની 19 જિલ્લામાંથી ભાજપ 7 જિલ્લામાં ખાતુ પણ ખોલી શકી નહતી. અમરેલી, નર્મદા, ડાંગ, તાપી, અરવલ્લી, મોરબી અને ગિર સોમનાથ જિલ્લામાં ભાજપને એક પણ બેઠક મળી નહતી. અમરેલીમાં કુલ પાંચ, ગિર સોમનાથમાં ચાર, અરવલ્લી અને મોરબીમાં 3-3, નર્મદા અને તાપીમાં 2-2 અને ડાંગમાં એક બેઠક છે. આ તમામ જગ્યાએ કોંગ્રેસને જીત મળી હતી. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં કોંગ્રેસે ભાજપ કરતા વધુ બેઠક જીતી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચમાંથી ચાર, જૂનાગઢ જિલ્લાની પાંચમાંથી ચાર અને જામનગર જિલ્લાની પાંચમાંથી ત્રણ બેઠક કોંગ્રેસે જીતી હતી.
કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન
પ્રથમ તબક્કામાં પોરબંદર એકમાત્ર જિલ્લો હતો જ્યા કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ નહતુ. ભાજપ અહીની બન્ને બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. કચ્છ, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સૂરત, નવસારી અને વલસાડમાં ભાજપ કોંગ્રેસ કરતા વધુ બેઠક જીતવામાં સફળ રહી હતી. સૂરતની 16માંથી ભાજપે 15 બેઠક જીતી હતી અને કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. ભાજપની સત્તામાં વાપસીમાં સૂરતનું સૌથી મહત્વનું યોગદાન રહ્યુ હતુ.
Advertisement