ગાંધીનગર: મોરબીમાં 135 લોકોનો જીવ લેનારા ઝુલતા પુલની તપાસ ચાલી રહી છે. તપાસમાં પાંચ ખામી સામે આવી છે જેને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાનો વિસ્તૃત અને વ્યાપક તપાસની વાત કરી છે. એન્જિનિયર અને મોટા જાણકારો સાથે પોલીસ તપાસ કરી રહી છે.
Advertisement
Advertisement
શું છે પાંચ ખામી?
પુલને ઉતાવળમાં ખોલવા માટે રિનોવેશનના બિનકાર્યક્ષમ પેટા કોન્ટ્રાક્ટરો, બ્રિજની સપાટી પર એલ્યુમિનિયમના સ્તરો નાખવા (જેનાથી બ્રિજનું વજન વધ્યું) પરંતુ કેબલને મજબૂત ન કરવા, અનિયંત્રિત રીતે લોકોની અવર જવર અને કોઇ ઇમરજન્સી યોજના ના હોવી, આ પાંચ ખામી તપાસમાં સામે આવી છે.
વિસ્તારથી સમજો
ઉતાવળ: ગુજરાતી નવા વર્ષ અને તહેવારના સમયનો ફાયદો ઉઠાવવા માટે નક્કી સમય પહેલા પુલને ખોલવામાં આવ્યો હતો, જે સંકેત આપે છે કે કામ પુરૂ થયુ નહતુ. સમાચાર છે કે પુલને ખોલવાની યોડના ડિસેમ્બરની હતી પરંતુ તેને ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં ખોલવામાં આવ્યો હતો. બ્રિજની તાકાત તપાસવા માટે ‘લોડ ટેસ્ટ’ કરવામાં આવ્યો નહતો અને ના તો ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં આવ્યો હતો.
વજન: રિનોવેશન દરમિયાન પુલપુલનું નવીનીકરણ ફરીથી કરવામાં આવ્યુ હતુ. એલ્યુમિનિયમના ચાર લેયર લગાવવામાં આવ્યા હતા, જેનાથી પુલનું વજન વધી ગયું હતું. પરંતુ કેબલને ન તો મજબુત કરવામાં આવ્યો કે ન તો બદલવામાં આવ્યો. એવું નોંધવામાં આવે છે કે તેને ફક્ત નવો દેખાવ આપવા માટે પેઇન્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, આનો અર્થ એ થયો કે બ્રિજ પહેલા કરતા ભારે થઈ ગયો હતો, જેના કારણે વધુ લોકોની હાજરીમાં કેબલને લોડ હેન્ડલ કરવાનું મુશ્કેલ બન્યું હતું.
આ પણ વાંચો: મોરબી અકસ્માતને પગલે રાજ્યવ્યાપી શોક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાજલિ પાઠવી
અયોગ્યતા: ખાસ વાત એ છે કે ઓરેવા કંપની લાંબા સમયથી બ્રિજનું કામ જોઈ રહી હતી. આ વખતે રિનોવેશનનું કામ પેટા કોન્ટ્રાક્ટ દ્વારા અન્ય બે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને આ કામ માટે લાયક ન હતા.
અનિયંત્રિત ભીડ: નવા સ્તરોને કારણે પુલ પહેલેથી જ ભારે હતો. આવી સ્થિતિમાં લોકોના અનિયંત્રિત પ્રવેશથી સ્થિતિ વધુ ખરાબ થતી જોવા મળી હતી. ત્યાં માત્ર થોડા જ સુરક્ષાકર્મીઓ હાજર હતા, જેઓ ભીડને પુલ પર જતા રોકી રહ્યા ન હતા. ઘટનાના દિવસે મોટી સંખ્યામાં ટિકિટો વેચાઈ હતી અને લોકો બ્રિજ પર ક્ષમતા કરતાં વધી ગયા હતા.
રેસ્ક્યુ પ્લાનઃ રિપોર્ટ અનુસાર ઓરેવા ગ્રુપ પાસે કોઈ પણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે કોઈ ઈમરજન્સી પ્લાન કે રેસ્ક્યુ પ્લાન નહોતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાઇફ જેકેટ સાથે ભાગ્યે જ કોઈ બોટ અથવા ડાઇવર્સ હતા.
Advertisement