નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી 12 ચીત્તાનો બીજો જથ્થો ભારત આવ્યો છે. આ તમામ ચીત્તાને ભારતીય વાયુસેનાના C17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા મધ્ય પ્રદેશના ગ્વાલિયર વાયુસેના સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા અને પછી હેલીકૉપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને કૂનો નેશનલ ઉદ્યાન લાવવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 17 સપ્ટેમ્બરે પોતાના 72માં જન્મદિવસના પ્રસંગે નામીબિયાથી લાવવામાં આવેલા આઠ આફ્રિકન ચીત્તાને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.
An IAF C-17 aircraft carrying the second batch of 12 Cheetahs landed at Air Force Station Gwalior earlier today, after a 10-hour flight from Johannesburg, South Africa.
These Cheetahs were later airlifted in IAF helicopters and have reached the Kuno National Park.
(Pics: IAF) pic.twitter.com/9ayglmaZ8O
— ANI (@ANI) February 18, 2023
વડાપ્રધાનના વિજનને કારણે પુનર્સ્થાપિત થઇ રહ્યા છે ચીત્તા- શિવરાજ સિંહ ચૌહાણ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, “આજે કૂનો નેશનલ પાર્કમાં ચીત્તાનો જથ્થો વધવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હદયથી આભાર, તેમના વિજનને કારણે ચીત્તા ફરી ભારતની ધરતી પર પુનસ્થાર્પિત થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશમાં 12 ચીત્તા આવી રહ્યા છે અને હવે ચીત્તાની સંખ્યા 20 થઇ જશે. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યુ કે પહેલા લાવવામાં આવેલા ચીત્તા પણ પુરી રીતે સ્વસ્થ છે.
ગત વર્ષે આઠ ચીત્તા આવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આવેલા આઠ ચીત્તાને પિંજરામાંથી આઝાદ કર્યા હતા.
ભારતમાં 1952માં વિલુપ્ત થઇ ગયા હતા ચીત્તા
ભારતમાં વર્ષ 1948માં અંતિમ વખત ચીત્તા જોવા મળ્યા હતા પરંતુ તે બાદ ચીત્તા જોવા મળતા નહતા અને પછી 1952માં ચીત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ચીત્તાને દુનિયામાં સૌથી ઝડપી દોડનારૂ પ્રાણી માનવામાં આવે છે અને આ જંગલી બિલાડીની શ્રેણીમાં આવે છે.
સરકારે 1970ના દાયકામાં ઐતિહાસિક શ્રેણીમાં સામેલ પ્રાણીઓની પ્રજાતિઓને ફરી દેશમાં સ્થાપિત કરવાની યોજના બનાવીને નામીબિયા સાથે કરાર કર્યો હતો.
Advertisement