Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતે ચીન સાથેનો જૂનો હિસાબ કેવી રીતે સરભર કર્યો તે જાણો

ભારતે ચીન સાથેનો જૂનો હિસાબ કેવી રીતે સરભર કર્યો તે જાણો

0
80

નવી દિલ્હીઃ ભારતીય લશ્કરે (Indian Army) પેગોંગ સરોવર (Pangong lake)ના ઉત્તરી વિસ્તારમાં કેટલાય પર્વતોની મહત્વની ટોચને પોતાના અંકુશમાં લઈ લીધી છે. આ બધી ટોચ ફિંગર ચારની આસપાસ છે. આ તે જ વિસ્તાર છે જ્યાં તનાવનો પ્રારંભ થયો. સૂત્રોના જણાવ્યા મુજબ આ પહાડી ટોચ પર ભારતીય સૈનિકોની ઉપલબ્ધતા બહુ મોટી જીત છે. હવે ભારતીય જવાન પેંગોંગ સરોવરની જોડે ફિંગર ચારથી લઈને ફિંગર આઠ સુધી ચીનની સેના(Chinese armyની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે છે. અત્યાર સુધી ભારતીય સૈનિકો નીચે રહેતા હતા અને ચીનના સૈનિક ઊંચાઈ પરથી તેમના પર નજર રાખતા હતા, હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

ભારત માટે લડાખમાં આ બીજી મોટી સફળતા છે. આ પહેલા 29 અને 30મી ઓગસ્ટના રોજ પેંગોગ સરોવરના દક્ષિણના કિનારા પર ભારતે કેટલાય પહાડી વિસ્તારોને પોતાના અધિકાર ક્ષેત્રમાં લીધા હતા. આ તે પહાડો હતા, જે ભારતના નક્શામાં તો હતા, પરંતુ ભારતીય સૈનિક 1962 પછી ક્યારેય ત્યાં સુધી ગયા ન હતા. ચીન આ વિસ્તાર પર કબ્જો કરવાના પ્રયત્ન કરી ચૂક્યુ છે, પરંતુ દર વખતે ભારતીય જવાનોએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. આમ હવેે વાસ્તવમાં આ વિસ્તારો ભારતના અંકુશમાં છે.

ચીન પર દબાણ લાવતું ભારત

હાલમાં પેગોંગ સરોવરના ફિંગર ચારથી લઈને ફિંગર 8 સુધીની જગ્યાને લઇને ભારત અને ચીનના લશ્કર વચ્ચે વિવાદ છે. હાલમાં ફિંગર ચારથી ફિંગર આઠ સુધી બંનેનું લશ્કર પેટ્રોલિંગ કરતુ હતુ. પરંતુ આ વખતે શિયાળા પછી જ્યારે ભારતીય સૈનિક પેટ્રોલિંગ માટે ગયા તો ચીનના સૈનિકોએ તેમને ફિંગર ચારની આસપાસ રોકી દીધા. ત્યારથી ભારતીય લશ્કર સતત માંગ કરી રહ્યુ છે કે ચીનના સૈનિક આ વિસ્તાર ખાલી કરી ફિંગર આઠ સુધી જાય. ચીન આ વાત પર ટસથી મસ થવા તૈયાર નથી. ભારત વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) ફિંગર 8 સુધી હોવાનું માને છે, જ્યારે ચીન તેને ફિંગર ચાર સુધી માને છે. હવે તેમા ઊંચા પહાડો પર ભારતીય સૈનિકોની હાજરીથી ચીન પર દબાણ વધી ગયું છે.

પેંગોગ સરોવરના માર્ગે ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન

આ પહેલા 8મી સપ્ટેમ્બરના રોજ ચીનના સૈનિકોએ પેંગોગ સરોવરના રસ્તે ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. ચીનના સૈનિક બે મોટરબોટમાં આવ્યા તા. તેમણે ફિંગર ચારથી આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યાં હાજર ભારતીય સૈનિકોએ તેમને પાછળ હટવાની પરજ પાડી. તેની સાથે આ વિસ્તારના ઊંચા પહાડોને ભારતે પોતાના અધિકારમાં લઈ લીધા. તેના કારણે હવે ચીન માટે મોટરબોટથી ઘૂસણખોરી સરળ નહી હોય.

તેના પહેલા ચીને સાતમી સપ્ટેમ્બરના રોજ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. ચીનના સૈનિક રેજાંગ લાની પાસે મુકપરી પહાડો પર કબ્જો કરવા માંગતા હતા, પરંતુ ભારતીય લશ્કરની વળતી કાર્યવાહી પછી ચીનના સૈનિક પરત હટી ગયા.