ગાંધીનગર: અમૂલ (AMUL)ના MD તરીકે હીરો જેવી ઇમેજ બનાવનારા આરએસ સોઢીની વિદાયને લઇને હજુ પિક્ચર પૂર્ણ થયુ નથી. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચર્ચા છે કે હવે વિપુલ ચૌધરીના અચ્છે દિન આવી શકે છે. છેલ્લા 10 વર્ષથી કૌભાંડોમાં ઘેરાયેલા વિપુલ ચૌધરી તાજેતરમાં જેલમાંથી મુક્ત થયા છે. વિપુલ ચૌધરી (Vipul Chaudhary)ને જ્યારે મહેસાણા કોર્ટમાં રજૂ કરવા દરમિયાન આરએસ સોઢીની વિદાય પર પ્રતિક્રિયા લેવામાં આવી તો તેમણે સોઢી પર પ્રહાર કર્યા હતા અને ભ્રષ્ટાચારના આરોપ લગાવી દીધા હતા. હવે એવામાં મોટો સવાલ ઉભો થયો છે કે AMULમાં શું ચાલી રહ્યું છે? શું ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ઉથલ-પાથલ બાકી છે? આગામી ત્રણથી ચાર મહિનામાં કેટલાક મોટા બદલાવ જોવા મળી શકે છે. આરએસ સોઢીની વિદાય તો માત્ર શરૂઆત છે.
Advertisement
Advertisement
પહેલા વાત વિપુલ ચૌધરી અને અમૂલના એમડી પદેથી હટાવવામાં આવેલા આરએસ સોઢીની કરીએ. સોઢી અને વિપુલ ચૌધરીની જૂની અદાવત છે. વર્ષ 2014માં જ્યારે વિપુલ ચૌધરીને અમૂલના ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા હતા તે સમયે અમૂલના એમડી આરએસ સોઢી જ હતા, ત્યારે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ એક પત્રમાં કહ્યુ હતુ કે વિપુલ ચૌધરી વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો. તે બાદ હવે તે ચેરમેન નથી રહ્યા. તે સમયે જીસીએમએમએફ (GCMMF)ની સાથે દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીએ ઉંધા માથે પછડાવુ પડ્યુ હતુ. તે બાદ વિપુલ ચૌધરી ખુણામાં ધકેલાઇ ગયા હતા. થોડી કસર બાકી હતી તે ગુજરાત પ્રવાસમાં રાહુલ ગાંધી સાથે મુલાકાતે પુરી કરી નાખી હતી. તે બાદ વિપુલ ચૌધરીને દૂધ સાગર ડેરીમાંથી પણ હાથ ધોવા પડ્યા હતા.
ફરી આવી રહ્યા છે વિપુલ ચૌધરી
સપ્ટેમ્બરથી લઇને અત્યાર સુધીના ઘટનાક્રમને જોઇએ તો વિપુલ ચૌધરીના અચ્છે દિન આવતા જોવા મળી રહ્યા છે. જ્યારથી તેમની આગેવાની ધરાવતી અર્બુદા સેનાએ ગેર રાજકીય રહેવાની વાત કરી છે ત્યારથી તેમની મુશ્કેલી ઓછી થઇ રહી છે. તે જેલમાંથી બહાર આવ્યા છે, કાયદાકીય કેસમાં રાહત મળી રહી છે તો બીજી તરફ આરએસ સોઢી જે કાલ સુધી અમૂલના હીરો તરીકે ઓળખાતા હતા હવે તેમની પર આરોપ લાગી રહ્યા છે. સહકારીતા ક્ષેત્રની રાજનીતિ પર ઉંડી નજર રાખનારા એક જાણકાર કહે છે કે આ એક ગેમ પ્લાન છે. એવુ નથી કે સોઢી રાતો રાત ખરાબ થઇ ગયા, ક્યારેક વિપુલ ચૌધરીને રોકવા માટે સોઢીનો ઉપયોગ થતો હતો. હવે જ્યારે વિપુલ ચૌધરી શરતો પર ચાલવા માટે તૈયાર છે તો તેમાં તકલીફ શું છે? વિપુલ ચૌધરીનું સહકારી ક્ષેત્રે મોટુ નામ છે, તેમનો પશુપાલક સમાજમાં પ્રભાવ છે. એવુ કહેવામાં આવે છે કે વિપુલ ચૌધરી ફરી દૂધસાગર ડેરીના ચેરમેન બની શકે છે. સહકાર ક્ષેત્રનું અન્ય એક મોટુ નામ શંકર ચૌધરી વિધાનસભા સ્પીકર બની ગયા છે. એવામાં ચર્ચા છે કે 2023માં ગુજરાતના સહકારિતામાં ઘણુ નવુ થશે.
ત્રણેય ડેરીમાં થશે બદલાવ
આવનારા દિવસોમાં અમૂલ બ્રાંડના માલિક ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)માં બદલાવ સાથે દૂધસાગર ડેરી અને બનાસ ડેરીના બોર્ડમાં બદલાવ થવાની આશા છે. ડીસીએમએમએફના 50 ટકા બિઝનેસ મહેસાણાની દૂધસાગર ડેરી અને બનાસ ડેરીમાંથી આવે છે. ગુજરાતમાં માટે સોઢીની વિદાય પછી ચર્ચા છે કે વિપુલ ચૌધરીના બહાર આવ્યા બાદ જ તેમની ઉંધી ગણતરી શરૂ થઇ ગઇ હતી. પહેલા કહેવામાં આવતુ હતુ કે સોઢીએ રાજીનામું આપ્યુ છે. બોર્ડના ચેરમેન શામલભાઇ પટેલે કહ્યુ કે બોર્ડે તેમણે હટાવ્યા છે, તેમણે રાજીનામું આપવા કહેવામાં આવ્યુ હતું. શામલભાઇ પટેલ જુલાઇ, 2020માં ચેરમેન બન્યા હતા.
વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ
વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચુક્યા છે. વિપુલ ચૌધરીના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારમાં ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તપાસ બાદ 800 કરોડ રૂપિયાનું કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યુ હતુ. ACBના જોઇન્ટ ડિરેક્ટર મકરંદ ચૌહાણ અનુસાર, વિપુલ ચૌધરીનો દૂધસાગર ડેરીમાં કાર્યકાળ 2005થી 2016 સુધીનો રહ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન તેમણે અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા હતા. વિપુલ ચૌધરીએ બનાવેલી બોગસ કંપનીના નામે ખોલાવેલા બોગસ બેન્ક ખાતામાંથી પત્ની, પુત્ર અને CAના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
Advertisement