નવી દિલ્હી: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ સ્થળ જમ્મુ કાશ્મીર પહોચી ગઇ છે. કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીર સુધી કાઢવામાં આવેલી ભારત જોડો યાત્રા સતત કોઇને કોઇ કારણથી ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે તે ક્યારે લગ્ન કરશે. આટલુ જ નહી રાહુલ ગાંધીએ એમ પણ જણાવ્યુ કે તેમણે ભોજનમાં શું પસંદ છે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Curlytales સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને લગ્નને લઇને સવાલ કરવામાં આવ્યો હતો. જેનો રાહુલ ગાંધીએ રસપ્રદ જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે શું લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેની પર રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યારે સાચી યુવતી મળશે, તે લગ્ન કરી લેશે. જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ કે તે કેવી યુવતી સાથે લગ્ન કરશે. જેની પર રાહુલ ગાંધીએ કહ્યુ કે તે માત્ર લવિંગ અને ઇન્ટેલિજન્ટ હોવી જોઇએ.
રાહુલે સોનિયા-રાજીવ ગાંધીનો ઉલ્લેખ કર્યો
રાહુલ ગાંધીએ રાજકીય મુદ્દાથી હટીને ખાનગી મુદ્દા પર પણ વાત કરી હતી. રાહુલ ગાંધીએ પોતાની સ્કૂલિંગ અને તેમણે ભોજનમાં શું પસંદ છે તેના જવાબ પણ આપ્યા હતા. રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના લગ્નનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે લગ્ન વિરૂદ્ધ કઇ નથી તેમણે કહ્યુ, મારા માતા-પિતાના લગ્ન ઘણા સારા હતા અને તે એક બીજાને પ્રેમ કરતા હતા, એવામાં લગ્ન વિશે મારા વિચાર ઘણા ઉંચા છે, હું પણ આવા જ કોઇ જીવનસાથીની શોધમાં છું.
ભોજનમાં રાહુલ ગાંધીને શું પસંદ છે?
રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યુ કે ભોજનમાં તેમણે શું પસંદ છે, જેની પર તેમણે કહ્યુ કે હું બધુ ખાવ છુ પરંતુ કટહલ અને મટર પસંદ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ, જ્યારે હું ઘરે હોવ છુ તો ભોજનને લઇને કડક રહુ છુ પરંતુ યાત્રા દરમિયાન ચોઇસ નથી, માટે જે મળી જાય છે ખાઇ લવ છુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે તેલંગાણાના લોકો વધારે મરચી ખાય છે માટે ત્યા થોડી મુશ્કેલી થઇ હતી.
રાહુલ ગાંધીએ અભ્યાસ ક્યા કર્યો અને પ્રથમ નોકરી કયા કરી?
રાહુલ ગાંધીએ જણાવ્યુ કે સેન્ટ સ્ટીફન કોલેજમાં હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. તે બાદ હાવર્ડ યૂનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ પૉલિટિક્સ ભણ્યો. તે બાદ પિતાનું મોત થયુ. બાદમાં અમેરિકા જતો રહ્યો. અહી રોલિંસ કોલેજમાં ઇન્ટરનેશનલ રિલેશન, ઇકોનોમિક્સ ભણ્યો. કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યુ. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે તેમણે પ્રથમ નોકરી લંડનમાં કરી હતી. કંપનીનું નામ મૉનિટર હતુ, જે એક સ્ટ્રેટેજિક કંસલ્ટિંગ કંપની હતી, તે સમયે મને 3000થી 2,500 પાઉન્ડ સેલરી મળી હતી, ત્યારના હિસાબથી આ સેલેરી ઘણી હતી, તે સમયે હું 25 વર્ષનો હતો.
Advertisement