નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશન શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. એવામાં ઉમેદવારોને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ રહી છે. જોકે, વાયનાડ સાંસદ રાહુલ ગાંધી મેદાનમાં હશે કે નહી હોય? આ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. G-23 નેતાઓમાં સામેલ રહેલા શશિ થરૂર પદ પર દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગાંધી પરિવારની નજીક ગણાતા અશોક ગહેલોત પણ રેસમાં આગળ ચાલી રહ્યા છે.
Advertisement
Advertisement
પ્રબળ શક્યતા છે કે થરૂર ચૂંટણી લડી શકે છે. જોકે, તેની પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી નથી. તાજેતરમાં જ તે સોનિયા ગાંધીને મળવા પહોચ્યા હતા. બેઠક દરમિયાન તેમણે પાર્ટી પ્રમુખને અધ્યક્ષ પદ પર ચૂંટણી લડવાની ઇચ્છા વિશે જણાવ્યુ હતુ. કહેવામાં આવી રહ્યુ છે કે સોનિયા ગાંધી તરફથી એમ જણાવવામાં આવ્યુ કે તે કોઇ ઉમેદવારનું વિશેષ સમર્થન નહી કરે. ખાસ વાત આ છે કે તિરૂવનંતપુરમ સાંસદ અધ્યક્ષ પદની ચૂંટણીમાં પારદર્શિતાને લઇને પણ અવાજ ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યુ, ‘જે પણ ચૂંટણી લડવા માંગે છે તે તેની માટે સ્વતંત્ર છે અને તેનું સ્વાગત છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીનું સતત વલણ રહ્યુ છે. આ એક ખુલ્લી, લોકતાંત્રિક અને પારદર્શી પ્રક્રિયા છે. કોઇને ચૂંટણી લડવા માટે કોઇની પરવાનગીની જરૂરત નથી. થરૂરે ઓનલાઇન અરજીની પૈરવી કરી જેમાં પાર્ટીના યુવા સભ્યોએ સુધારાની માંગ કરી હતી અને કહ્યુ કે અધ્યક્ષ પદના દરેક ઉમેદવારે આ સંકલ્પ લેવો જોઇએ કે તે ચૂંટાવા પર તો ઉદયપુર નવસંકલ્પને પુરી રીતે લાગુ કરશે.’
અશોક ગહેલોત સાથે મુકાબલો?
અટકળો લગાવવામાં આવી રહી હતી કે જો રાહુલ ગાંધી ચૂંટણી નથી લડતા તો અશોક ગહેલોત કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં ઉતરી શકે છે. જોકે, તે પણ સતત રાહુલ ગાંધીને જ કમાન સંભાળવાની વાતનું સમર્થન કરી રહ્યા છે અને શનિવારે જ રાજસ્થાન કોંગ્રેસે પ્રસ્તાવ પાસ કર્યો છે. સાથે એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે તે રાજ્યની રાજનીતિ છોડવા નથી માંગતા પરંતુ કેટલીક વખત રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીની કમાન સંભાળવાના પણ સંકેત આપી ચુક્યા છે.
રાહુલ ગાંધીનો શું છે મૂડ?
કન્યાકુમારીથી જમ્મુ કાશમીર સુધી ‘ભારત જોડો’ યાત્રાની આગેવાની કરી રહેલા રાહુલ ગાંધી કમાન સંભાળવાના મૂડમાં નથી. સમાચાર આવતા રહે છે કે પાર્ટી નેતા સતત અધ્યક્ષ બનવાની અપીલ કરી રહ્યા છે પરંતુ તે ઇચ્છુક નથી. વાયનાડ સાંસદ સિવાય થરૂર અને ગહેલોતનું નામ જ સામે આવ્યુ છે. હવે એવામાં જો રાહુલ ગાંધીની એન્ટ્રી થાય છે તો કહાની બદલાઇ શકે છે કારણ કે આશરે 7 રાજ્યની કોંગ્રેસે પણ તેમણે પ્રમુખ બનાવવાની વાતનું સમર્થન કર્યુ છે.
જેમાં રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીરનું નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યુ છે કે હિમાચલ પ્રદેશ યૂનિટ પણ પ્રસ્તાવ પર મોહર લગાવી શકે છે. હવે જો ખુદ રાહુલ ગાંધી પણ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરે છે તો શક્યતા છે કે ગહેલોત પગ પાછળ લઇ શકે છે. એવામાં ચૂંટણી સીધી રાહુલ ગાંધી વર્સિસ થરૂર પણ હોઇ શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષનો ચૂંટણી કાર્યક્રમ
પાર્ટીમાં ચૂંટણી માટે 24 સપ્ટેમ્બરથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થઇ રહી છે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. તે બાદ 17 ઓક્ટોબરે અધ્યક્ષ પદ માટે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ખાસ વાત આ છે કે કોંગ્રેસે લાંબા સમય બાદ કોંગ્રેસ વર્કિગ કમિટી એટલે કે CWCમાં પણ ચૂંટણીની જાહેરાત કરી દીધી છે.
Advertisement