ગાંધીનગર: ગુજરાતના DGP આશીષ ભાટિયાનો 31 જાન્યુઆરીએ કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. સરકારે નવા DGP માટે તૈયારી શરૂ કરી દીધી છે. 6 IPS અધિકારીઓના નામની એક પેનલ કેન્દ્રમાં મોકલવામાં આવી છે. ગુજરાતના DGP તરીકે 1988ની IPS બેંચના અધિકારી અતુલ કરવાલનું નામ મોખરે છે.
Advertisement
Advertisement
આ 6 નામની પેનલ કેન્દ્રમાં મોકલવામાં આવી
આશિષ ભાટિયાના અનુગામી તરીકે 6 નામની પેનલ કેન્દ્રમાં મોકલવામાં આવી છે જેમાં અતુલ કરવાલ, વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર, શમશેરસિંઘ, વિવેક શ્રીવાસ્તવનું નામ સામેલ છે.
ગુજરાત સરકારે DGP માટે છ નામ કેન્દ્રમાં મોકલ્યા છે તેમાં 1988 બેંચના IPS અધિકારી અતુલ કરવાલનું નામ મોખરે છે. NDRFના ડીજીપી તરીકે ડેપ્યુટેશન પર રહેલા અતુલ કરવાલ જો DGP બને છે તો એક વર્ષ સુધી એટલે કે માર્ચ 2024 સુધી આ પદ પર રહી શકે છે.
1989 બેંચના વિવેક શ્રીવાસ્તવનું નામ પણ આ મોકલવામાં આવ્યુ છે જે અત્યારે સેન્ટ્ર્લ ઇન્ટેલિજન્સ બ્યૂરો દિલ્હી ખાતે ડેપ્યુટેશન ઉપર છે. વિકાસ સહાય (ગુજરાત પોલીસ એકેડમીના વડા), શમશેર સિંઘ (વડોદરા પોલીસ કમિશનર), અનિલ પ્રથમ (સીઆઇડીના વડા) અને અજય તોમર (સુરત પોલીસ કમિશનર)ના નામ પણ પેનલમાં મોકલવામાં આવ્યા છે.
Advertisement