નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી લડી રહેલા સીનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ખડગેના રાજીનામાથી ખાલી થયેલા આ પદ માટે કેટલાક નેતાઓના નામ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસ પાર્ટીએ આ વર્ષે મેમાં ઉદયપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં એક વ્યક્તિ, એક પદના પોતાના નવા સિદ્ધાંતની જાહેરાત કરી હતી.
Advertisement
Advertisement
મલ્લિકાર્જૂન ખડગે બાદ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા માટે કોંગ્રેસના સીનિયર નેતા પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે દિગ્વિજય સિંહે પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે, મલ્લિકાર્જૂન ખડગેનું નામ સામે આવ્યા બાદ તેમણે પોતાનું નામ પરત લઇ લીધુ હતુ. સૂત્રોનું કહેવુ છે કે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા પ્રમોદ તિવારી પણ રેસમાં છે.
આ પણ વાંચો: ગાંધી જયંતિ: દેશની આઝાદીમાં ગાંધી સાથે સંકળાયેલા મુસ્લિમ સમાજના આગેવાનોની કેવી રહી ભૂમિકા?
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે શુક્રવારે મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર વચ્ચે મુકાબલો જોવા મળશે. કર્ણાટકના દલિત નેતા ખડગેની સૌથી મજબૂત દાવેદારી જોવા મળી રહી છે. ઝારખંડના પૂર્વ મંત્રી કેએન ત્રિપાઠીએ પણ આ પદ માટે નોમિનેશન ભર્યુ હતુ, જે ફગાવી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસના ટોચના નેતાઓ ખડગેનો સાથ આપ્યો છે. આ નેતાઓમાં અશોક ગહેલોત, દિગ્વિજય સિંહ, એકે એન્ટની, અંબિકા સોની, મુકુલ વાસનિક, આનંદ શર્મા, ભૂપિન્દર હુડ્ડા, પૃથ્વીરાજ ચવ્હાણ અને મનીષ તિવારી જેવા નામ સામેલ છે.
Advertisement