નવી દિલ્હી: નાગાલેન્ડ અને મેઘાલયની 60-60 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. નાગાલેન્ડમાં વિવિધ પાર્ટીના કુલ 183 ઉમેદવાર પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જ્યારે મેઘાલયમાં 369 ઉમેદવારનું રાજકીય નસીબ દાંવ પર છે. મેઘાલયમાં બપોરે 3 વાગ્યા સુધી 63.91% અને નાગાલેન્ડમાં 75.49 % મતદાન થયુ હતુ.
Advertisement
Advertisement
નાગાલેન્ડમાં કઇ પાર્ટી મેદાનમાં?
નાગાલેન્ડમાં ભાજપ સત્તા પર રહેલી નેશનલિસ્ટ ડેમોક્રેટિડ પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. જ્યા 20 બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે NDPP બાકી રહેલી 40 બેઠક પર ચૂંટણી લડી રહી છે અને તેની નાગાલેન્ડમાં પકડ મજબૂત છે.
કોંગ્રેસે 23 ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે નાગા પીપુલ્સ ફ્રંટ (NPF) 22 બેઠક પર ચૂંટણી લડી રહી છે. 2018માં ચૂંટણીમાં કોંગ્રેસનો નાગાલેન્ડમાં સફાયો થયો હતો.
મેઘાલયમાં શું છે ચૂંટણી સમીકરણ?
મેઘાલયમાં ભ્રષ્ટાચારના આરોપો સામે ઝઝુમી રહેલી સત્તા પર રહેલી નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP) સાથે આ ચૂંટણીમાં ભાજપે કોઇ ગઠબંધન કર્યુ નથી.
મુખ્યમંત્રી કૉનરાડ સંગમાએ NPPના એકલા દમ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ ચૂંટણીમાં તેમણે સત્તા વિરોધી લહેર સામે ઝઝુમવુ પડશે જેને કારણે ભાજપને ફાયદો મળી શકે છે.
Advertisement