ગાંધીનગર: ગુજરાત ચૂંટણી: પ્રથમ તબક્કામાં 3 વાગ્યા સુધી 48. 48 ટકા મતદાન, ડાંગ-નર્મદામાં સૌથી વધુ 64 ટકા મતદાન
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. 3 વાગ્યા સુધી 48.48 ટકા મતદાન થયુ છે. નર્મદા અને ડાંગમાં સૌથી વધુ 64 ટકા મતદાન નોંધાયુ છે. એક મહિના પહેલા પુલ તૂટવાની ઘટના જ્યા બની હતી ત્યા મોરબીમાં પણ 54 ટકા મતદાન થયુ છે.
સીઆર પાટિલે કહ્યુ-ભાજપ ત્રણ રેકોર્ડ બનાવશે
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી અને ભાજપની જીતનો વિશ્વાસ કર્યો હતો. સીઆર પાટિલે કહ્યુ કે, ભાજપ આ વખતે ગુજરાતમાં ત્રણ રેકોર્ડ બનાવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, સૌથી વધુ વોટ શેર, સૌથી વધુ બેઠક અને સૌથી વધુ લીડ મેળવશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાને છે.
Advertisement