બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ગુજરાત દ્વારા 27થી 29 માર્ચ દરમિયાન બીએસએફ સ્પોર્ટ્, કોમ્પ્લેક્સ ગાંધીનગર ખાતે ઈન્ટર બટાલિયન ફ્રન્ટીયર બાસ્કેટબોલ અને વોલિબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ગુજરાત ફ્રન્ટીયરની 12 ટીમોએ ભાગ લીધો હતો.
29 માર્ચના દિવસે બીએસએફ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગાંધીનગરમાં આયોજિત એક ભવ્ય અને શાનદાર સમારોહમાં આઈજી બીએસઅફ ગુજરાત ફ્રન્ટીયર અને વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને વિજેતાઓને ટ્રોફી એનાયત કરી હતી.
સમાપન સમારોહ દરમિયાન બીએસએફ બ્રાસ બેન્ડ દ્વારા સુમધૂર સંગીતની પ્રસ્તુતિ કરાઈ. 59મી બટાલિયન સીસુબલ અને 53મી બટાલિયન સીસુબલે બાસ્કેટ બોલમાં વિજેતા બની અને વોલિબોલમાં 194મી બટાલિયન સીસુબલ અને 53મી બટાલિયન સીસુબલ વિજેતા બની હતી.
Advertisement
Advertisement
Advertisement