આણંદ: અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં પ્રથમ વખત ભગવો લહેરાયો છે. અમૂલ ડેરીના ચેરમેન પદે વિપુલ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે કાંતિ સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે.
Advertisement
Advertisement
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં ભગવો લહેરાયો છે. આઝાદી પછી પ્રથમ વખત અમૂલ ડેરીમાં ભાજપના ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે.
મહત્વપૂર્ણ છે કે અમૂલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 13 સભ્યો પૈકી 11 સભ્યોએ ભાજપને સમર્થન જાહેર કર્યુ હતુ જ્યારે કોંગ્રેસ પાસે માત્ર રાજેન્દ્રસિંહ પરમાર અને સંજય પટેલ માતર એમ બે જ ડીરેક્ટર હતા.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં અમૂલ ડેરીના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આર.એસ. સોઢી 2010થી અમૂલના MD તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા.
Advertisement