ગાંધીનગર: રાજ્યના નવા DGP તરીકે વિકાસ સહાયની નિમણૂંક કરવામાં આવી છે. વિકાસ સહાય 1989 બેંચના આઇપીએસ અધિકારી છે. આ પહેલા આશીષ ભાટિયા 31 જાન્યુઆરીએ વય મર્યાદાને કારણે નિવૃત થતા વિકાસ સહાયને ઇન્ચાર્જ DGP બનાવવામાં આવ્યા હતા. હવે વિકાસ સહાયની DGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
Advertisement
Advertisement
1989 બેચના IPS અધિકારી છે વિકાસ સહાય
વિકાસ સહાય 1989 બેંચના IPS અધિકારી છે, તે સરદાર વલ્લભભાઇ પટેલ નેશલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી, તે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી વિકાસ સહાયે પોલીસ વિભાગમાં 1999માં આણંદ એસપી, 2001માં અમદાવાદ ગ્રામ્ય એસપી, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II,III અને 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. વિકાસ સહાયની રક્ષાશક્તિ યૂનિવર્સિટીની સ્થાપનામાં મહત્વની ભૂમિકા રહી છે.
અત્યાર સુધી કોણ કોણ રહી ચુક્યુ છે ગુજરાતના પોલીસ વડા
ગુજરાતના પોલીસ વડા | ક્યાર સુધી રહ્યા પોસ્ટ પર |
કે ચક્રવર્તી | 1 એપ્રિલ 2001-31 જાન્યુઆરી 2004 |
એકે ભાર્ગવ | 1 ફેબ્રુઆરી 2004- 30 એપ્રિલ 2006 |
પીસી પાંડેય | એપ્રિલ 2006થી ફેબ્રુઆરી 2009 |
એસ.ખંડવાવાલા | ફેબ્રુઆરી 2009થી ડિસેમ્બર 2010 |
ચિતરંજન સિંઘ | ડિસેમ્બર 2010થી ફેબ્રુઆરી 2013 |
અમિતાભ પાઠક | ફેબ્રુઆરી 2013થી 24 ઓગસ્ટ 2013 |
પ્રમોદ કુમાર | ઓગસ્ટ 2013થી ડિસેમ્બર 2013 |
પીસી ઠાકુર | 10 ડિસેમ્બર 2013થી એપ્રિલ 2017 |
પીપી પાંડેય | એપ્રિલ 2016થી એપ્રિલ 2017 |
ગીથા જોહરી | 4 એપ્રિલ 2017થી ડિસેમ્બર 2017 |
પ્રમોદ કુમાર | ડિસેમ્બર 2017થી ફેબ્રુઆરી 2018 |
શિવાનંદ ઝા | 1 માર્ચ 2018થી 31 જુલાય 2020 |
આશીષ ભાટિયા | 1 ઓગસ્ટ 2020થી 31 જાન્યુઆરી 2023 |
વિકાસ સહાય | 1 માર્ચ 2023થી ચાલુ |
Advertisement