વડોદરામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક 40 વર્ષીય મહિલાને પોતાના લગ્નના વર્ષો પછી ખબર પડી કે તેનો પતિ પહેલા એક મહિલા હતી અને તેને પુરૂષ બનવા માટે સેક્સ ચેન્જ ઓપરેશન કરાવડાવ્યુ હતુ. તે બાદ તેનો પતિ અપ્રાકૃતિ યૌન સબંધ બનાવવાની ધમકી આપતો હતો, માટે પત્નીએ તેના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Advertisement
Advertisement
2014માં થયા હતા લગ્ન
2013માં એક મેટ્રીમોનિયલ વેબસાઇટ પર મહિલાની મુલાકાત દિલ્હીના વિરાજ વર્ધન નામના શખ્સ સાથે થઇ હતી. તે બાદ ફેબ્રુઆરી 2014માં પરિવારની હાજરીમાં બન્નેએ લગ્ન કર્યા હતા અને હનીમૂન પર કાશ્મીર ગયા હતા. મહિલાએ જણાવ્યુ કે હનીમૂન પર પણ બન્ને વચ્ચે શારીરિક સબંધ બન્યા નહતા, તેનો પતિ કેટલાક દિવસ સુધી કઇને કઇ બહાના બનાવતો રહેતો હતો. ઘણો સમય વિત્યા બાદ પણ વિરાજ બહાના બનાવતો રહ્યો હતો માટે પત્નીએ તેની પર દબાણ કર્યુ હતુ.
જ્યારે પત્નીએ દબાણ કર્યુ તો વિરાજે કહ્યુ કે કેટલાક વર્ષ પહેલા રશિયામાં તેની સાથે એક દૂર્ઘટના થઇ હતી જેને કારણે તે યૌન સબંધ બનાવવામાં અસમર્થ છે પરંતુ એક નાની સર્જરી બાદ તે સ્વસ્થ થઇ જશે. તે બાદ 2020માં વિરાજે પત્નીને કહ્યુ કે તે વજન ઓછુ કરવા માટે સર્જરી કરાવવા માંગે છે અને પછી વડોદરાથી કોલકાતા જતો રહ્યો હતો.
પત્નીને ખોટુ બોલીને સેક્સ ચેન્જ સર્જરી કરાવી
કોલકાતાથી પરત ફર્યા બાદ વિરાજે પોતાની પત્નીને બધુ સત્ય જણાવી દીધુ હતુ, તેને કહ્યુ કે તે વજન ઓછુ કરાવવાની સર્જરી નહી પણ પુરુષ અંગોને પ્રત્યારોપિત કરવા માટે સેક્સ ચેન્જ કરાવવા ગયો હતો. આ વાતથી મહિલા હેરાન હતી. તે બાદ વિરાજનું વલણ પત્ની સાથે બગડતુ ગયુ હતુ, તેને પત્નીને અપ્રાકૃતિ યૌન સબંધ બનાવવાના શરૂ કર્યા હતા અને તેના વિશે કોઇને જાણકારી આપવા પર ધમકી આપવા લાગ્યો હતો. મહિલાના આ બીજા લગ્ન છે. વર્ષ 2011માં મહિલાના પ્રથમ પતિનું એક રોડ અકસ્માતમાં મોત થયુ હતુ, તેની એક 14 વર્ષની દીકરી પણ છે. તે બાદ મહિલાએ વિરાજ સાથે લગ્ન કર્યા હતા.
મહિલાએ નોંધાવી ફરિયાદ
હવે મહિલાએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ અને તેના પરિવારના સભ્યો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે પતિ વિરૂદ્ધ છેતરપિંડી અને અપ્રાકૃતિ યૌન સબંધ બનાવવાનો કેસ દાખલ કર્યો છે. આ મામલે ગોત્રી પોલીસ
ઇંસ્પેક્ટર એમકે ગુર્જરે કહ્યુ કે આરોપી વિરાજને દિલ્હીથી વડોદરા લાવવામાં આવ્યો છે, તે કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે વિરાજ આ પહેલા વિજયતાના નામથી ઓળખાતો હતો.
Advertisement