ગોંડલ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સૌથી સંવેદનશીલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક પર બબાલ થઇ છે. રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજ સિંહના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
Advertisement
Advertisement
રીબડામાં અનિરૂદ્ધસિંહની પોલીસ સાથે બબાલ થઇ હતી અને તેમણે આક્ષેપ લગાવતા કહ્યુ કે, પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની કોઇ વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજ સિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે.
અનિરૂદ્ધ સિંહે કોંગ્રેસને સમર્થન આપવાની કરી હતી જાહેરાત
ગોંડલ વિધાનસભા બેઠક પર અનિરૂદ્ધ સિંહ જાડેજા રીબડાએ કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી હતી. ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપે ગીતાબા જાડેજાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે યતીશ દેસાઇને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટી તરફથી આ બેઠક પર નિમિષા ખુંટ ચૂંટણી લડી રહ્યા છે.
ગોંડલ બેઠક પર વર્ચસ્વની લડાઇ
ગોંડલની બેઠક પર જયરાજ સિંહ અને અનિરૂદ્ધ સિંહ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઇ નથી. અનિરૂદ્ધસિંહના પિતા મહિપત સિંહ જાડેજાએ કોંગ્રેસની ટિકિટ પર 1990થી 1995માં આ બેઠક પર જીત મેળવી હતી પરંતુ 1998માં જયરાજ સિંહ ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા. તે 2002માં પણ જીત્યા હતા પરંતુ 2007માં આ બેઠક એનસીપીએ પડાવી લીધી હતી અને અહીથી બચીભાઇ વઘાસીયા ચૂંટણી જીત્યા હતા. તે પછી 2012માં જયરાજ સિંહે ફરી આ બેઠક પર કબજો જમાવ્યો હતો અને 2017ની ચૂંટણીમાં તેમના પત્ની ગીતાબા જાડેજાને ઉભા કરી દીધા હતા. એવામાં અનિરૂદ્ધ સિંહ જાડેજા લાંબા સમયથી વાપસીની રાહ જોઇ રહ્યા હતા. જેને લઇને બન્ને ક્ષત્રિય પરિવારો વચ્ચે ગોંડલ પર કબજાને લઇને ઘર્ષણ થતુ રહે છે. ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,28438 છે. જેમાંથી 118218 મેન્સ અને 110212 મહિલા મતદાર છે. આ બેઠક પર અન્ય મતદારની સંખ્યા 8 છે.
Advertisement