અચાનક માર્ચ મહિનામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા તો વળી શહેરોમાં જનજીવન પર અસર જોવા પામી છે. ગુજરાતમાં અરબી સમુદ્રથી આવતા દક્ષિણ પશ્ચિમના પવનો દ્વારા સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગથી લઈને ઉત્તર ગુજરાત સુધી આની અસર જોવા મળી છે.
Advertisement
Advertisement
દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ તો ડાંગ અને આહવામાં ઠેર ઠેર વીજળી પડવાના દ્રશ્યો સર્જાયા હતા.
હવામાન ખાતાના નિષ્ણાંતો આને ગ્લોબલ વાર્મિંગની અસર જણાવે છે. ઉનાળાની શરુઆતમાં જ પડેલા વરસાદને કારણે ઘઉંના પાકને અસર થવાની સંભાવના છે. સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને પણ ગંભીર અસરો થઈ છે. આ ઉપરાંત આવનારા સમયમાં ગુજરાતમાં એપ્રિલ અને મેમાં આવતી કેસર કેરીઓ પણ આ માવઠાની અસર જોવા મળશે.
ખાસ કરીને આ પ્રકારનું વાતાવરણ જીવાતો ઉત્પન્ન કરતું હોવાથી તેની ખેતપેદાશો પર વ્યાપક અસર જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર પણ ખેડૂતોને લઈને અનેક પરિવારોના રડતા હોય એવા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. ખાસ કરીને જીરા જેવા સંવેદનશીલ પાક પર આ માવઠાની અસર વિશેષ જોવા મળી છે. જો મોટી માત્રામાં પાકને નુકસાન થાય તો તેની સીધી અસર મોંઘવારી પર થવાની પૂરેપૂરી શક્યતા છે.
Advertisement