ગાંધીનગર: રાજ્યમાં 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, આણંદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 30 જાન્યુઆરી પછી ફરી એક વખત ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જઇ શકે છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. 28 જાન્યુઆરીએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાનમાં પલટો આવી શકે છે. આગામી 3 દિવસમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્ય ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં કરા સાથે વરસાદ પડી શકે છે.
Advertisement