શિમલા: હિમાચલમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ શિમલામાં ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ભાજપ 11 સંકલ્પો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. મેનિફેસ્ટો જાહેર કરતા જેપી નડ્ડાએ કહ્યુ કે હિમાચલમાં યૂનિફૉર્મ સિવિલ કોડ લાવીશુ.
Advertisement
Advertisement
જેપી નડ્ડાએ સંકલ્પ પત્ર જાહેર કર્યો
-
હિમાચલ પ્રદેશમાં સમાન નાગરિક સંહિતા લાવવામાં આવશે, જેની માટે એક્સપર્ટની એક કમિટી બનાવવામાં આવશે.
-
8 લાખ કરતા વધારે યુવાઓને સરકારી નોકરી આપીશુ
-
તમામ ગામને પાક્કા રસ્તા સાથે જોડવામાં આવશે
-
પાયાની સુવિધા અને પરિવહન વિકાસ માટે ભાજપ શક્તિ નામનો કાર્યક્રમ શરૂ કરશે, જેમાં ધાર્મિક મંદિર અને સ્થાનોને રસ્તાથી જોડવામાં આવશે.
-
શહીદ સૈનિકોના પરિવારજનોની સહાયતા રકમ વધારીશુ
-
12માં ધોરણમાં ટોપ કરનાર વિદ્યાર્થીઓને અઢી હજાર રૂપિયા દર મહિને સ્કૉલરશિપ આપવામાં આવશે જે ગ્રેજ્યુએશન સુધી ચાલુ રહેશે.
-
હિમ સ્ટાર્ટઅપ યોજના લઇને આવીશુ, યુવાઓ માટે 900 કરોડ રૂપિયાના કોષ સાથે સ્ટાર્ટઅપ એકમ શરૂ કરવામાં આવશે.
-
સફરજન પેકેજિંગ પર રાજ્ય સરકાર 12 ટકા વધારાની જીએસટીની ચુકવણી કરશે.
-
રાજ્યમાં 5 નવી મેડિકલ કોલેજ- મોબાઇલ ક્લીનિક વેન ડબલ થશે
-
દરેક જિલ્લામાં 2 ગર્લ્સ હોસ્ટેલ બનાવીશુ, જે દીકરીઓને હાયર એજ્યુકેશન કરવા માંગશે, તેમાં મદદ મળી શકશે.
-
વકફ સંપત્તિનો સર્વે કરવામાં આવશે, ગેરકાયદેસર ઉપયોગ પર રોક લાગશે
Advertisement