ઉના: ઉના તાલુકાના કંસારી ગામના 28 વર્ષીય યુવક મહેશ સરવૈયાને છેલ્લા 2 વર્ષમાં સાપે એક જ આંગળી પર 9 વખત ડંખ માર્યો છે. સાપના ડંખ મારવા છતા યુવક જીવે છે. સાપથી બચવા માટે પરિવારજનોએ મહેશને તેના મામાના ઘરે મોકલી દીધો હતો. જોકે, ત્યા પણ સાપે તેનો પીછો છોડ્યો નહતો અને ડંખ મારી દીધો હતો. જોકે, હવે ઉનાથી મહેશને સાપથી બચવા માટે સુરત મોકલી દેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
ઉનાના કંસારી ગામનો મહેશ સરવૈયા (ઉ.વ.28) મજૂરી કામ કરીને પરિવારનું પેટ ભરે છે. મહેશને છેલ્લા 2 વર્ષમાં 9 વખત સાપે ડંખ માર્યો છે. સાપ પણ મહેશના જમણા પગની ત્રીજી આંગળીમાં જ ડંખ મારે છે. અવાર નવાર સાપના ડંખ મારવાને કારણે ખાનગી હૉસ્પિટલના તબીબોએ હાથ ઉંચા કરી દીધા હતા. જોકે, સરકારી હૉસ્પિટલના ડૉક્ટર એન.કે. જાધવે આ યુવાનની સારવાર કરી અનેક વખત તેને મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે.
ઘરમાં અન્યને નહી પણ મહેશને જ સાપ બનાવે છે ટાર્ગેટ
મહેશ સરવૈયા ઘરમાં કામ કરતો હોય ત્યારે જ સાપ ડંખ મારે છે. ઘરમાં ચુલાની અંદર સાપ બેઠેલો હતો ત્યારે સાપે મહેશને ડંખ માર્યો હતો, તે બાદ સાપ પકડનારાને બોલાવીને સાપને દૂર મુક્ત કરવામાં આવ્યો હતો. ઘરની આસપાસ જ સાપ ડંખ મારતો હોવાનું જાણી તેને ઘરથી દૂર સબંધીની વાડીએ મોકલવામાં આવ્યો હતો. જોકે, વાડીમાં આરામ કરતા મહેશને ફરી સાપે ડંખ મારતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તે પછી કંસારીથી વાવરડા ગામમાં યુવકને તેના મામાના ઘરે મોકલવામાં આવ્યો હતો. જોકે, અહી પણ સાપે તેનો પીછો છોડ્યો નહતો. મહેશ મામાના ઘરે હતો ત્યારે સાપ બાથરૂમમાંથી બહાર નીકળ્યો હતો અને ડંખ મારીને જતો રહ્યો હતો. તે બાદ તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સાપે 9 વખત મહેશને ડંખ માર્યા બાદ તે પરિવારજનોના કહેવાથી સુરત સ્થાયી થયો છે અને હિરા ઘસવાનું કામ કરી રહ્યો છે.
Advertisement