અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સ્વાસ્થ્ય બગડતા યૂએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યૂએન મહેતા હૉસ્પિટલ દ્વારા હીરાબાનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં હીરાબાની તબિયત સુધારા પર હોવાનું કહેવામાં આવ્યું છે. પીએમ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે.
Advertisement
Advertisement
યુ.એન.મહેતા ઇસ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદના હૉસ્પિટલના પ્રવક્તાએ કહ્યુ કે, વડાપ્રધાન મોદીના માતાને યુ.એન. મહેતા ઇસ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબીયત સુધારા પર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હૉસ્પિટલ પહોચ્યા
પીએમ મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમના ખબર અંતર પૂછવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હૉસ્પિટલ પહોચ્યા છે. અસારવા અને દરિયાપુરના ધારાસભ્ય પણ યુએન મહેતા હૉસ્પિટલમાં છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન પણ હૉસ્પિટલમાં છે. પીએમ મોદી પણ સાંજ સુધી અમદાવાદ આવી શકે છે.
હીરાબાની ઉંમર 100 વર્ષ છે, છતા પણ કોઇ લાકડીના ટેકા વગર ચાલે છે. હીરાબાએ પોતાનું જીવુ સાદગીમાં જ વિતાવ્યું છે. પીએમ મોદી પણ તેમના જન્મદિવસે હીરાબાના આશીર્વાદ લેવા અવાર નવાર આવતા રહે છે અને તેમની માતાના ખબર અંતર પૂછતા રહે છે. હીરાબાએ આ વર્ષે જૂન મહિનામાં જ પોતાના 100માં જન્મ દિવસની ઉજવણી કરી હતી, ત્યારે પીએમ મોદીએ તેમના પગ ધોયા હતા અને આશીર્વાદ લીધા હતા.
Advertisement