અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પહેલા હેકરો પણ સક્રિય બની ગયા છે. ગુજરાત કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ટ્વિટરને આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી ગુજરાત કોંગ્રેસ તરફથી સાયબર ક્રાઇમમાં કોઇ ફરિયાદ ના નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાત કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટમાં કવર ફોટો અને પ્રોફાઇલ ફોટો ગાયબ થઇ ગયો છે જ્યારે ગુજરાત કોંગ્રેસનું નામ પણ ટ્વિટર પરથી ગાયબ છે.
Advertisement
Advertisement
ગુજરાત કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર હેકરે અમેરિકન બિઝનેસમેન બ્રેડ ગાર્લિકહાઉસનું નામ સેટ કર્યુ હતુ અને તેના સમર્થનમાં કેટલીક પોસ્ટ રિ ટ્વીટ કરી હતી. ગુજરાત કોંગ્રેસના નેતા હિરેન બેન્કરે કહ્યુ કે, આ કોઇ નવી વાત નથી ચૂંટણી સમયે આ રીતની એક્ટિવીટી અને હથકંડા ઘણા જોયા છે.
Advertisement