નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિગ્વિજય સિંહના પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઇક પર આપેલા નિવેદનથી અંતર જાળવ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ જે દિગ્વિજય સિંહે કહ્યુ તેનાથી તે સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે મને આર્મી પર પુરો વિશ્વાસ છે, દેશની આર્મી જે પણ ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી. આટલુ જ નહી રાહુલ ગાંધીએ કહ્યુ કે દિગ્વિજય સિંહ પાર્ટીથી ઉપર નથી.
Advertisement
Advertisement
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા, તેમણે કહ્યુ હતુ કે આપણા CRPFના 40 જવાન પુલવામા હુમલામાં શહીદ થયા હતા. CRPFના અધિકારીઓએ પીએમ મોદીને અનુરોધ કર્યો હતો કે તમામ જવાનને એરલિફ્ટ કરવામાં આવે પરંતુ પીએમ મોદી માન્યા નહતા. આવી ચુક કેવી રીતે થઇ? તેમણે કહ્યુ, આજ સુધી પુલવામા પર સંસદ સામે કોઇ રિપોર્ટ મુકવામાં આવ્યો નથી, તેમણે દાવો કર્યો કે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી પરંતુ પુરાવા નથી બતાવ્યા. આ (ભાજપ) માત્ર જૂઠ ફેલાવે છે.
દિગ્વિજયનું અંગત નિવેદન- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) જમ્મુ કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ જમ્મુમાં પત્રકાર પરિષદ કરીને તમામ મુદ્દા પર પોતાની વાત મુકી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને દિગ્વિજય સિંહના નિવેદનને લઇને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન છે, હું તેમના નિવેદનથી સહમત નથી, મને દેશની આર્મી પર પુરો વિશ્વાસ છે.
રાહુલ ગાંધીએ કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી અપાવી છે, દેશની તમામ સંસ્થા બનાવી છે. કોંગ્રેસની વિચારધારાથી દેશ બનેલો છે. જ્યારે અમે અંગ્રેજો સામે લડી રહ્યા હતા ત્યારે ભાજપ અને RSSના લોકો અંગ્રેજો સાથે ઉભા હતા.
કોંગ્રેસે દિગ્વિજય સિંહના નિવેદનથી અંતર જાળવ્યુ
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવીને વિવાદમાં ઘેરાયા છે. આ પહેલા કોંગ્રેસે પણ તેમના નિવેદનથી અંતર જાળવ્યુ છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે કહ્યુ- દિગ્વિજય સિંહની ટિપ્પણી તેમના અંગત વિચાર છે અને પાર્ટી દ્વારા તેમનું સમર્થન કરવામાં આવ્યુ નથી. યૂપીએ સરકાર દ્વારા 2014 પહેલા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. સેન્ય કાર્યવાહી જે રાષ્ટ્રીય હિતમાં છે, કોંગ્રેસે તમામનું સમર્થન કર્યુ છે અને આગળ પણ કરતી રહેશે.
દિગ્વિજયના નિવેદન પર ભાજપના પ્રહાર
મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે દિગ્વિજય સિંહના નિવેદન પર પલટવાર કર્યો છે. મોદી સરકારમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પછી હવે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિગ્વિજય સિંહના નિવેદન પર રાહુલ ગાંધી પાસે સ્પષ્ટતા માંગી છે અને કોંગ્રેસના ડીએનએમાં પાકિસ્તાન પ્રેમની વાત કરી છે.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, “કોંગ્રેસનો DNA જ પાકિસ્તાન પ્રેમનો છે. ક્યારેક સર્જિકલ સ્ટ્રાઇક તો ક્યારેક રામના અસ્તિવ તો ક્યારેક રામસેતુના પુરાવા માંગે છે. રાહુલ ગાંધીજી સાથે ભારત જોડો યાત્રામાં ચાલતા દિગ્વિજય સિંહજી ફરીથી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યા છે. તે આપણી સેનાનું મનોબળ તોડી રહ્યા છે. તે બતાવી રહ્યા છે કે તે પાકિસ્તાન સાથે ઉભા છે.
પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક
18 સપ્ટેમ્બર, 2016માં ઉરી હુમલામાં 18 ભારતીય જવાન માર્યા ગયા હતા. હુમલાની પ્રતિક્રિયામાં ભારતે 28-29 સપ્ટેમ્બર 2016ની રાત્રે નિયંત્રણ રેખા પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો હતો, તે સમયે ભાજપના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે એક પત્રકાર પરિષદ કરીને દાવો કર્યો હતો, “ભારતીય સેનાના લાઇન ઓફ કંટ્રોલ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીના ઠેકાણા નષ્ટ કરવામાં આવ્યા છે.’
બાલાકોટ એર સ્ટ્રાઇક
વર્ષ 2019માં પુલવામા હુમલા પછી ભારત સરકારે દાવો કર્યો હતો કે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના મિરાજ-2000 વિમાને રાતના અંધારામાં નિયંત્રણ રેખાને પાર કરીને પાકિસ્તાનના પૂર્વોત્તર વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વાહના શહેર બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનના ટ્રેનિંગ સેન્ટર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. આ સર્જિકલ સ્ટ્રાઇકને બાલાકોટ એરસ્ટ્રાઇક નામ આપવામાં આવ્યું હતુ.
Advertisement