હવે અમદાવાદના રસ્તાઓ પર 16 નિયમોના ભંગ બદલ શહેરના કુલ 6200 સીસીટીવી કેમેરા ચાંપતી નજર રાખશે. અને તરત જ ઘરે ઈ ચલન આવી જશે. અમદાવાદ ટ્રાફિક દ્વારા નવી ઈ-ચલન સિસ્ટમ લાગૂ કરવામાં આવી રહી છે. જેના કારણે હવે દરેક જંકશન પર સીસીટીવી કેમેરા કુલ 16 પ્રકારના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને દંડ કરશે અને તરત જ તમારા ઘરે ઈ-ચલન આવશે.
Advertisement
Advertisement
અમદાવાદ સ્માર્ટ સિટી અંતર્ગત 314 કરોડના ખર્ચે આ નવી સિસ્ટમ લગાવવામાં આવી રહી છે જે સતર્ક અને સચોટ હશે. અત્યાર સુધીમાં શહેર ઈ-ચલન પદ્ધતીને લાગુ કરવામાં આવી હતી પરંતુ તેમાં ઘણાં ખરા છૂટી જતાં હતા. 2015થી લાગુ કરાયેલી આ ઈસ્ટમથી 2021 સુધીમાં કુલ 71.39 લાખ ઈ-ચલન ઈસ્યૂ થયા છે અને રૂ.245 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. જોકે 20.58 લાખ ઈ-ચલનની જ વસુલાત થઈ શકી છે. જેમાં રૂ.50.90 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે બાકીના 49.82 લાખ ઈ-ચલન થકી મળનારા રૂ.192 કરોડ વસુલ થઈ શક્યા નથી.
- ટ્રાફિક સિગ્નલ તોડ્યું હશે તો દંડ થશે.
- મોબાઈલ પર વાતો કરતા હશો તો દંડ થશે.
- હેલમેટ પહેર્યું નહિ હોય વાહન ચલાવતા હશો
- રોડ પર આડેધડ પાર્કિંગ કરશો
- ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ
- રોંગ સાઇડમાં વાહન ચલાવવું
- સ્ટોપ લાઇનનું ઓવરસ્ટેપિંગ
- વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ
- ફેન્સી નંબર પ્લેટ સિવાયની નંબર પ્લેટ હશે
- નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કર્યુ
- ફોર વ્હિલરમાં ડાર્ક ફિલ્મ
- સ્પીડમાં વાહન હશે તો
- રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશ
- રિક્ષામાં ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેઠા હશે
- BRTS કોરિડોરમાં વાહન ચલાવતા હશો
- બે કરતા વધારે ટુ વ્હીલ પર હશે
Advertisement