ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં આયુર્વેદિક ગુણ ધરાવતા મહુડાના ફૂલ આદિવાસીઓ માટે રોજગારીમાં વધારો કરી રહ્યા છે. આપણા ત્યા સામાન્ય રીતે મહુડાના ફૂલમાંથી દારૂ બનાવવામાં આવે છે તેવી માન્યતા છે પણ ડાંગ જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફૂલમાંથી મહુડા સૂપ અને તેના ડોડી તરીકે ઓળખાતા બીજમાંથી તૈયાર થતું તેલ ડાયાબિટીસના દર્દીઓ માટે સર્વોતમ રામબાણ ઇલાજરૂપ સાબિત થયું છે. મહુડાના ઝાડ પરથી ફૂલ ખરી પડતા હોય ત્યારે આદિવાસીઓ તે ફૂલ વીણી ભેગા કરે છે. ડાંગ જિલ્લામાં યોજાતા મેળાઓ સહિત અન્ય જિલ્લાઓમાં આયોજિત ફૂડ સ્ટોલોમાં ડાંગ જિલ્લાનું મહુડાનું સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી બની રહે છે અને તેને લીધે મહુડો એ હવે નશાકારક દેશી દારૂ નહીં પણ સ્વાસ્થ્ય વર્ધક સૂપ તરીકે લોકો આવકારતા થયા આદિવાસીઓ માટે એક રોજગારી સર્જનનો વિકલ્પ બન્યો છે. દર વર્ષે મહુડાના ઝાડ પર ફૂલ અને તેના બીજ એટલે કે ડોળી આવે છે અને તેને સુકવી ઘાણીમાં પીલીને તેમાંથી તેલ કાઢવામાં આવે છે જે આયુર્વેદિક રીતે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આદિવાસીઓ પોતાના ખેતી સાથેના કામની સાથે મહુડાના ફૂલને સવારે વીણીને તેમાંથી સૂપ બનાવીને પરિવારની આવકમાં વધારો કરે છે.
Advertisement
Advertisement
Advertisement