અમદાવાદ: અમદાવાદમાં ત્રણ મહિનાની બાળકીને હૉસ્પિટલના ત્રીજા માળ પરથી ફેકવા મામલે પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. આસિફ મિયા શેખ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેની પત્ની ફરજાનાબાનુએ 5 ઓક્ટોબર, 2022માં આણંદ જિલ્લાના ઉત્તરસંડાની એક હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. ફરજાનાબાનુએ પોતાના પતિને જણાવ્યુ કે બાળકી ગાયબ થઇ ગઇ છે. આસિફ શેખે હૉસ્પિટલના કર્મચારીઓ સાથે બાળકીનીત પાસ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.
Advertisement
Advertisement
ફરિયાદમાં આસિફ મિયાએ કહ્યુ કે હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા, સવારે લગભગ 4 વાગ્યે ફરજાના બાનુ બાળકીને ખોળામાં લઇને વોર્ડની બહાર આવતા જોવા મળી હતી. તે થઓડી વાર માટે એક થાંભલા પાસે ઉભી રહે છે બાદમાં તે ખાલી હાથે વોર્ડમાં પરત ફરે છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ જણાવ્યુ કે તે બાળકીની બીમારી અને દુખાવાથી કંટાળી ગઇ હતી જેને કારણે તેને આટલુ મોટુ પગલુ ભર્યુ હતુ. હૉસ્પિટલના સુરક્ષા કર્મીઓએ ચેક કર્યુ તો બાળકીનો શબ મળ્યો હતો. જન્મ બાદ બાળકીને 15 દિવસ માટે વડોદરાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 14 ડિસેમ્બરે પરિવારે જોયુ કે પેટ પર તકલીફ વધી ગઇ છે તો નડિયાદના ડૉક્ટરની ભલામણ પર બાળકીને અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસ નીરિક્ષક ડીકે જાડેજાએ કહ્યુ કે ફરિયાદ કરનારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Advertisement