ગાંધીનગર: 14મી ગુજરાત વિધાનસભાનું આજથી અંતિમ સત્ર મળવા જઇ રહ્યુ છે. બે દિવસીય વિધાનસભા સત્રમાં ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે. ગાંધીનગરમાં અલગ અલગ ચાલતા આંદોલનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટૂંકા સત્રમાં સરકારને ઘેરવાનો પ્રયાસ થશે.
Advertisement
Advertisement
ગાંધીનગરમાં છેલ્લા એક મહિનાથી આંદોલન ચાલી રહ્યા છે. જૂની પેન્શ યોજના સહિતના પ્રશ્નોને લઇને સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે આરપારની લડાઇ લડવામાં આવી રહી છે. કર્મચારીઓને સરકારના વાયદા વચનો પર ભરોસો રહ્યો નથી પરિણામે લેખિત ના આપે ત્યા સુધી આંદોલન યથાવત રાખવા નક્કી કરવામાં આવ્યુ છે. આંદોલનકારી નેતાઓ પર પોલીસ-IBની નજર છે. 23મીએ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવશે અને 9 ઓક્ટોબરે દિલ્હીમાં દેખાવો પણ કરવામાં આવશે.
ગાંધીનગરમાં ચાલી રહ્યા છે અનેક આંદોલન
ખેડૂતો, માલધારી, પૂર્વ સૈનિક, અર્ધલશ્કરી દળના પૂર્વ જવાનો, એસટી કર્મચારી, બોર્ડ-નિગમના કર્મચારી, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી, મધ્યાહન ભોજન યોજના કર્મચારી, આંગણવાડી બહેનો અને આશા વર્કર, વન રક્ષકો,વનપાલ, પંચાયત, કોમ્પ્યૂટર કર્મચારી, ટીબી વિભાગના કર્મચારી, એલઆરડીના ઉમેદવારો, વર્ગ-4ના કર્મચારી, પંચાયત આરોગ્ય કર્મચારી, મનરેગા કર્મચારી, ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો, હોમગાર્ડ, સાંજની ઓપીડી મુદ્દે ડોક્ટરો, પ્રાથમિક શિક્ષકો
ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચવા પ્રસ્તાવ મુકાશે
માલધારીઓના વિરોધ બાદ હવે ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચવાનું નક્કી કર્યુ છે. વિધાનસભાનું બે દિવસીય સત્ર મળવા જઇ રહ્યુ છે જેમાં વિધાનસભાની કામકાજની યાદીમાં જ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે આજે દૂધ વિતરણ બંધ
ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે માલધારી મહાપંચાયતે બુધવારે દૂધ વેચાણ બંધનું એલાન કર્યુ છે, જેને વ્યાપક સમર્થન મળી રહ્યુ છે. રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સહિત સૌરાષ્ટ્રમાં અનેક ડેરીઓ સ્વયંભૂ બંધ રાખવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, પાટણ જિલ્લામાં અનેક ડેરીઓને બંધ રાખવામાં આવી છે.
Advertisement