શિમલા: હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે પ્રથમ કેબિનેટ બેઠકમાં જ પોતાનો કરેલો દાવો પૂર્ણ કર્યો છે. કોંગ્રેસે કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરી છે. પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં ફરી જૂની પેન્શન યોજના લાગુ કરવાનો દાવો કર્યો હતો અને તેમનો આ મુખ્ય ચૂંટણી દાવો હતો.
Advertisement
Advertisement
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુકખૂએ કહ્યુ કે નવી પેન્શન યોજના (NPS)ના દાયરામાં આવનારા તમામ સરકારી કર્મચારીઓને હવે OPSનો લાભ મળશે, તેમણે કહ્યુ કે કર્મચારીઓ સાથે ચર્ચા કરીને તેમના નિયમ જાહેર કરવામાં આવશે.
વોટ માટે નહી, સામાજિક સુરક્ષા અને સ્વાભિમાન માટે આવુ કરીએ છીએ- મુખ્યમંત્રી
રાજ્ય સચિવાલયમાં ભાષણ આપતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુકખૂએ કહ્યુ કે મુદ્દા પર ઉંડાઇથી અધ્યયન કરવામાં આવ્યું છે અને નાણા વિભાગના અધિકારીઓએ OPSને ફરી લાગુ કરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી પરંતુ મુદ્દાને હલ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યુ, “અમે મત માટે જૂની પેન્શન યોજનાને ફરી લાગુ નથી કરી રહ્યા પણ હિમાચલના વિકાસનો ઇતિહાસ લખનારા કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપવા અને તેમના સ્વાભિમાનની રક્ષા કરવા માટે આવુ કરી રહ્યા છીએ.”
Advertisement